છોટાઉદેપુરના પાલસંડા ગામના ચાર ફળિયાઓ પાકા રસ્તાથી વંચિત

છોટાઉદેપુર તાલુકાના પાલસંડા ગામના ચાર ફળિયાના આદિવાસી પરિવારો મુળભુત રસ્તાની સુવિધાથી વંચિત રહ્યા છે.

આઝાદીના દાયકાઓ વિતી ગયા છતાં પાલસંડા જુથ ગ્રામ પંચાયત હેઠળ આવતા ગમાણ ફળિયુ, કાચલી ફળિયુ, માર ફળિયુ સહિતના વિસ્તારોમાં રહેતા લોકોને પાકા રસ્તાની સુવિધા મળી નથી. ફળિયામાં જવા માટે સિંચાઈ વિભાગની કેનાલની બાજુમાંથી પસાર થતો રસ્તો છે પરંતુ રસ્તાની યોગ્ય વ્યવસ્થા ન હોવાના કારણે ચોમાસામાં ગ્રામજનોની મુશ્કેલી વધી જાય છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ સિંચાઈ વિભાગ અને માર્ગ મકાન વિભાગ વચ્ચે સંકલનના અભાવના કારણે રસ્તાની સમસ્યાનો કાયમી ઉકેલ આવતો નથી. ચોમાસાના ચાર મહિના દરમિયાન રસ્તા ઉપર એકથી દોઢ ફુટ જેટલો કાદવ-કિચડ થતાં લોકોને જીવના જોખમે પસાર થવુ પડે છે. બિમાર પડે તો ઝોલીમાં બેસાડી ચાર કિ.મી.સુધી લઈ જવાની નોબત આવેલા ગ્રામજનોના આક્ષેપ મુજબ ચોમાસા દરમિયાન કોઈ વાહન ફળિયા સુધી પહોંચી શકતુ નથી. કેનાલ ક્રોસ કરવા માટે લાકડાના ટેકાથી રસ્તો બનાવવો પડે છે. બાળકો, વૃદ્ધો, અને મહિલાઓ માટે આ રસ્તો વધુ જોખમી બની જાય છે. રસ્તાની સમસ્યા અંગે અનેકવાર તંત્ર સમક્ષ રજુઆતો કરવા છતાં અધિકારીઓ દ્વારા સર્વે કરાયા બાદ રસ્તો મંજુર થશે તેવી વાતો કરવામાં આવે છે. પરંતુ રસ્તાની કામગીરી શ‚ થઈ નથી.