શહેરાના હાંસેલાવ ચોકડી પાસે ટ્રક પાછળ કાર અથડાતા યુવકનુ મોત

શહેરાના હાંસેલાવ ચોકડી નજીક હરિયાણાથી વાપી વેપાર અર્થે કારમાં જવા નીકળેલા પરિવારની કાર ટ્રકની પાછળ ધડાકાભેર અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં એક યુવકનુ મોત નીપજયું હતુ.

શહેરા તાલુકાના હાંસેલાવ ચોકડી પાસે હાઈવે ઉપરથી હરિયાણાના હિસાર જિલ્લાના નારનોંદ ગામના વતની રાકેશકુમાર સત્યનારાયણ શર્મા પરિવાર સાથે કાર લઈને પસાર થઈ રહ્યા હતા. તે સમયે આગળ જઈ રહેલા એક ટ્રકના ચાલકે અચાનક બ્રેક મારતા તેમની કાર ટ્રકની પાછળના ભાગે જોરદાર ધડાકા સાથે અથડાતા કારમાં બેઠેલા ૨૮ વર્ષિય રાહુલ સત્યનારાયણ શર્માને ઇજાઓ પહોંચતા ત્યાં એકઠા થયેલા લોકોએ તેમને સરકારી હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા. જયાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. જયારે કારમાં સવાર તેમની પત્નિ રીતુબેન અને નાના બાળકોને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી. ધટના અંગે મૃતકના મોટાભાઈ રાકેશકુમાર શર્માએ શહેરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.