ગોવિંદ ગુરૂ લીમડી નગરમાં મહિલાની મિલ્કત પર બારોબાર લોન લઈ ઈસમ દ્વારા છેતરપિંડી

ગોવિંદ ગુરૂ લીમડી નગરમાં એક ઈસમ દ્વારા એક મહિલાની મિલ્કત ઉપર બારોબાર લોન લઈ વિશ્ર્વાસધાત છેતરપિંડી કરતા આ મામલે પોલીસમાં ફરિયાદ નોંધાવવા પામી છે.

ગોવિંદ ગુરૂ લીમડી નગરમાં ગોધરા રોડ વિસ્તારમાં રહેતા શીતલબેન રિપલકુમાર પટેલે ગોવિંદ ગુરૂ લીમડી નગરમાં રહેતા કાંતિલાલ સોહનલાલ તેલી પાસેથી ગોવિંદ ગુ‚ લીમડી નગરમાં આવેલા સી.સ.નં.-૪૫૭ વાળી જમીન જેનુ ક્ષેત્રફળ ૧૧૧.૪૨ ચો.મી.છે. તે પ્લોટ નં.-૩૧ વાળી મિલ્કત ગત તા.૦૩/૧૦/૨૦ ના સમયગાળા દરમિયાન રૂ.૮,૮૦,૦૦૦/-માં વેચાણ લીધો હતો. વેચાણ દસ્તાવેજમાં મિલ્કત ઉપર કોઈપણ પ્રકારનો બોજો કે ગીરો, બક્ષિસ, ટાંચમાયા બીજી કોઈ રીતે મુકેલી નથી. અને કોઈપણ બીજા વ્યક્તિનો ભાગ-હિસ્સો નથી તેવી ખાતરી વેચાણ દસ્તાવેજમાં આપેલા નથી. જેથી આ મિલ્કત શીતલબેન પટેલે દિપશિખાબેન જીતેન્દ્રભાઈ જૈનને વેચાણ આપી દીધેલી હતી. મિલ્કત ઉપર કાંતિલાલ તેલીએ બજાજ ફાયનાન્સમાંથી લોન લીધેલી છે. જેની જાણ શીતલબેન પટેલને કરી ન હતી. જેથી લીધેલી લોનના ‚પિયા ભરપાઈ કરેલ ન હોઈ મિલ્કત સીલ થઈ હતી. આ અંગેની જાણ શીતલબેન પટેલને થતાં તેઓ અચંબામાં મુકાઈ ગયા હતા. આ મામલે શીતલબેન પટેલે કાંતિલાલ સોહનલાલ તેલી વિરુદ્ધ લીમડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળ કાર્યવાહી હાથ ધરી હતી.