બોડેલી મોડાસર ચોકડી પાસે રેતી ભરેલા ૯ ડમ્પર ઝડપાયા

બોડેલીના મોડાસર ચોકડી પાસેથી ગેરકાયદે રેતી ભરેલા ૯ ડમ્પર જિલ્લા ખાણ ખનીજ વિભાગ અને બોડેલી મામલતદારે ઝડપી પાડ્યા હતા.

છોટાઉદેપુર જિલ્લા કલેકટરના આદેશ અનુસાર બોડેલી પંથકમાં રેતી ભરેલા શંકાસ્પદ ડમ્પરો સામે વહીવટી તંત્રએ કાર્યવાહી હાથ ધરી છે. આ અંતર્ગત ખાણ ખનીજ વિભાગની ટીમ અને બોડેલી મામલતદાર દ્વારા મોડીરાતે કરેલા ચેકિંગ દરમિયાન રેતી ભરેલા ૯ ડમ્પરો ઝડપી પાડ્યા હતા. તંત્ર દ્વારા તેમને કબ્જે કરી જિલ્લા કલેકટરના આદેશ રાત્રિના સમયે હાથ ધરાયેલ આ કાર્યવાહીના પગલે રેતીના વહન સાથે સંકળાયેલા વાહન ચાલકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.