છોટાઉદેપુરની અંબાલા જુથ ગ્રામ પંચાયતની ગ્રામસભામાં વિવિધ પ્રશ્ર્નોને લઈ હોબાળો

છોટાઉદેપુર તાલુકાની અંબાલા જુથ ગ્રામ પંચાયતમાં યોજાયેલી ગ્રામસભા દરમિયાન ગ્રામ પંચાયતમાં વિભાજન સહિતના વિવિધ પ્રશ્ર્નોને લઈ ગ્રામજનોએ હોબાળો મચાવ્યો હતો.

અંબાલા જુથ ગ્રામ પંચાયતમાં અંબાલા, લેસટ, પાડલીયા, છડવાળા, બેડવી અને નાકામલી સહિતના ગામોનો સમાવેશ થાય છે. મોટી વસ્તી ધરાવતી જુથ ગ્રામ પંચાયતના વિભાજન માટે ગામજનો દ્વારા અગાઉ અનેક વખત રજુઆતો કરી હોવા છતાં પંચાયતના સત્તાધિશો દ્વારા જ‚રી કાર્યવાહી કરી ન હોવાનો ગ્રામજનોએ આક્ષેપ કર્યો હતો. ગ્રામ પંચાયતની મુખ્ય કચેરીથી કેટલાક ગામો અને ફળિયાઓ દુર આવેલા હોવાથી ગ્રામજનોએ પંચાયતના કામકાજ માટે બે-ત્રણ કિ.મી.સુધી અવર જવર કરવી પડે છે. ગ્રામ પંચાયત વિસ્તારમાં વિવિધ યોજનાઓનુ પાણી હજુ સુધી તમામ વિસ્તારોમાં પહોંચ્યુ નથી. કેટલાક વિસ્તારોમાં પાણીની ટાંકીઓ હોવા છતાં નિયમિત પાણી પુરવઠાની સમસ્યા હોવાના પ્રશ્ર્નો ગ્રામસભામાં ઉઠાવ્યા હતા. ગ્રામ પંચાયતના વિભાજન માટે સરપંચ અને તલાટી દ્વારા જ‚રી ઠરાવ સહિતની કાર્યવાહી નહિ કરાતા ગ્રામજનોમાં રોષ જોવા મળ્યો છે. ગ્રામસભા દરમિયાન મોટી સંખ્યામાં ગ્રામજનો એકત્ર થતાં વાતાવરણ ગમમાયુ હતુ. લાખો ‚પિયાની ગ્રાન્ટ આવતી હોવા છતાં કાચા રસ્તાઓ પાકા કરાતા નથી. ગ્રામસભા દરમિયાન વિરોધ જોઈને સરપંચ અને તલાટી સહિતના જવાબદાર લોકો સામે ગ્રામજનોએ વિવિધ પ્રશ્ર્નો ઉઠાવ્યા હતા. ગ્રામજનોની માંગ છે કે, તંત્રના ઉચ્ચ અધિકારીઓ અંબાલા જુથ ગ્રામ પંચાયતના વિસ્તારોની મુલાકાત લઈ પડતર પ્રશ્ર્નોનો ઉકેલ લાવે. આ જ વિસ્તારના લોકો અગાઉ પણ વિવિધ પ્રશ્ર્નોને લઈને મતદાન બહિષ્કાર જેવા આંદોલનાત્મક પગલા લઈ ચુકયા છે તેમ છતાં સમસ્યાઓનુ કાયમી નિરાકરણ ન આવતા આગામી દિવસોમાં ગ્રામ પંચાયતનો ધેરાવ કરવાની ચિમકી ગ્રામજનોએ ઉચ્ચારી છે.