ભારતના ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદી સુધારણા (Continuous Updation) પ્રક્રિયા અંતર્ગત ગરબાડા તાલુકામાં નવા મતદારોની નોંધણી અને સુધારા-વધારા માટે વિશેષ ઝુંબેશ (Special Drive) હાથ ધરવામાં આવી છે, જેમાં ગરબાડા મામલતદાર કચેરી ના માર્ગદર્શન હેઠળ તાલુકાના તમામ મતદાન મથકો ખાતે બુથ લેવલ અધિકારીઓ (BLO) દ્વારા કામગીરી હાથ ધરાશે. જે નાગરિકોની નામ નોંધણી બાકી રહી ગઈ હોય અથવા ૧૮-૧૯ વર્ષના યુવા મતદારો હોય, તેઓ ગરબાડા મામલતદાર કચેરી સંચાલિત પોતાના નજીકના મતદાન મથક પર સવારે ૧૦:૦૦ થી સાંજે ૦૫:૦૦ કલાક સુધી ઉપસ્થિત રહીને ફોર્મ-૬, ૭ અને ૮ ભરીને હક્ક દાવા તથા વાંધા અરજીઓ જમા કરાવી શકશે. આ માટે તા. ૧૧/૧૦/૨૦૨૬ (રવિવાર), તા. ૧૮/૧૦/૨૦૨૬ (રવિવાર), તા. ૨૫/૧૦/૨૦૨૬ (રવિવાર) અને તા. ૦૧/૧૧/૨૦૨૬ (રવિવાર) ના રોજ ખાસ ઝુંબેશ યોજાનાર હોય, ગરબાડા મામલતદાર કચેરી દ્વારા તાલુકાના તમામ પાત્રતા ધરાવતા યુવાનો અને નાગરિકોને આ વિશેષ ઝુંબેશનો મહત્તમ લાભ લેવા અપીલ કરવામાં આવી છે.