કાલોલ તાલુકાના ચલાલી ગામના ફળિયામાં કામ ચાલકે પુરઝડપે હંકારી ૮૫ વર્ષિય વૃદ્ધાને અડફેટે લેતા મોત નીપજયું હતુ. ૧૫ દિવસ પહેલા થયેલ અકસ્માતમાં અત્યારે ફરિયાદ નોંધાવવા પામી હતી.
ગોધરાના બામરોલી રોડ પર જલારામ નગર સોસાયટીમાં રહેતા ફરિયાદી સેમ્યુલભાઈ પુજાભાઈ ખ્રિસ્તીની માતા શારદાબેન પુજાલાલ ખ્રિસ્તી(ઉ.વ.૮૫)ચલાલી ગામે ખ્રિસ્તી ફળિયામાં ધરે એકલા હતા. ગત તા.૧૭ સપ્ટે.ના રોજ બપોરે શાંતાબેન છોટુભાઈ ખ્રિસ્તીનો સમપુલભાઈને ફોન કરી જાણ કરી હતી કે, શારદાબેન ધરની બહાર કચરો સાફ કરતા તે સમયે કારના ચાલકે અડફેટે લેતા મોત નીપજયું હતુ. ફળિયાના લોકોએ જણાવ્યુ કે, કારનો ચાલક પુરઝડપે હંકારી લાવી અકસ્માત સર્જયો હતો. વૃદ્ધાને ખાનગી એમ્બ્યુલન્સમાં લઈ ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા.જયાં હાજર તબીબે મૃત જાહેર કર્યા હતા. તા.૧૮ સપ્ટે.એ ગોધરા સિવિલ હોસ્૫િટલ ખાતે મૃતદેહનુ પી.એમ.કરી અંતિમવિધિ કરી હતી. પરિવારજનોને અકસ્માત સર્જનાર કારના ચાલક તરીકે જોયલભાઈ છોટાભાઈ ખ્રિસ્તીને જોયો હતો. અકસ્માતની ધટનામાં વેજલપુર પોલીમ મથકે પરિવારજનો અને ફળિયાના લોકો દ્વારા અકસ્માત સર્જનાર ફળિયાનો હોવાથી પોલીસ કાર્યવાહી નહિ કરી સમાધાન કરી લેવા માટે સમજાવતા તે સમયે ફરિયાદ નોંધાવી ન હતી. બંને પક્ષે સમાધાનના પ્રયાસો વચ્ચે સામાજિક રિતી રિવાજો મુજબની શોકસભા સહિતની કામગીરી પતાવી દીધી હતી. જે બાદ ગમે તે કારણે બંને પક્ષ વચ્ચે સમાધાન નહિ થતાં ૧૫ દિવસ બાદ તા.૨ ઓકટો.ના રોજ મૃતકના પુત્રએ વેજલપુર પોલીસ સ્ટેશના ફરિયાદ નોંધાવતા પોલીસે અકસ્માત સર્જનાર વેગેનાર ચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.