ગોધરા ખાતે પંચમહાલ વનરક્ષક-વનપાલ યુનિયન દ્વારા પડતર પ્રશ્નોને લઈને નાયબ વન સંરક્ષક કચેરીએ આવેદનપત્ર પાઠવ્યું

ગુજરાત રાજ્ય વનરક્ષક કર્મચારી મંડળના આહ્વાન હેઠળ પંચમહાલ જિલ્લા વનરક્ષક/વનપાલ યુનિયન દ્વારા લાંબા સમયથી પડતર રહેલા વિવિધ નીતિગત, વહીવટી અને નાણાકીય પ્રશ્નોના નિરાકરણ અર્થે ગોધરા સ્થિત નાયબ વન સંરક્ષક ની કચેરી ખાતે આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું. વનરક્ષકોએ રજૂઆત કરી હતી કે જો આ પડતર માંગણીઓનો સત્વરે યોગ્ય નિકાલ કરવામાં નહીં આવે, તો ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી.

ગુજરાત રાજ્ય વનરક્ષક કર્મચારી મંડળ, ગાંધીનગરના આહ્વાન પર પંચમહાલ જિલ્લા વનરક્ષક/વનપાલ યુનિટ દ્વારા પોતાના લાંબા સમયથી પડતર રહેલા વિવિધ નીતિગત, વહીવટી અને માનવીય પ્રશ્નોના નિરાકરણ માટે ગોધરા ખાતે નાયબ વન સંરક્ષક ની કચેરીએ રૂબરૂ પહોંચી આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું. આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર જો સમયસર માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી.આવેદનપત્રમાં રજૂઆત કરતા કર્મચારી મંડળે જણાવ્યું હતું કે વનરક્ષક અને વનપાલ એ રાજ્યના વન, વન્યજીવ અને પર્યાવરણના રક્ષણની કામગીરીમાં સૌથી પાયાની ફીલ્ડ કેડર છે.પ્રતિકૂળ વાતાવરણ, અંંતરિયાળ તથા સંવેદનશીલ વિસ્તારોમાં વન્યજીવોના જોખમ વચ્ચે અને મર્યાદિત માનવબળ હોવા છતાં કર્મચારીઓ સતત નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી રહ્યા છે. તેમ છતાં, લાંબા સમયથી સેવા સંબંધિત, વહીવટી, આર્થિક અને સુરક્ષાને લગતા મૂળભૂત પ્રશ્નો અંગે વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ યોગ્ય ઉકેલ આવ્યો નથી. અગાઉ પણ કક્ષાવાર રજૂઆતો કરાઈ હતી.મંડળ દ્વારા અગાઉ મુખ્યમંત્રી કાર્યાલય, વન અને પર્યાવરણ વિભાગના મંત્રીઓ તેમજ સંબંધિત અધિકારીઓને અલગ-અલગ પત્રો અને ૪૫૦થી વધુ અરજીઓ દ્વારા રજૂઆતો કરવામાં આવી હતી. પરંતુ યોગ્ય નિરાકરણ ન આવતા આખરે ગુજરાત રાજ્ય વનરક્ષક કર્મચારી મંડળની સૂચના મુજબ પંચમહાલ જિલ્લા યુનિટના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કર્મચારીઓ ને આવેદનપત્ર આપવાની ફરજ પડી હતી.પંચમહાલ જિલ્લા યુનિટના પ્રમુખ , ઉપપ્રમુખ સહિત અન્ય હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં વનરક્ષક અને વનપાલ કર્મચારીઓ ગણવેશમાં ઉપસ્થિત રહ્યા હતા.