
મંગળવારે સ્થાનિક શેરબજાર મજબૂત વધારા સાથે બંધ થયું. અઠવાડિયાના બીજા ટ્રેડિંગ સત્રમાં, સેન્સેક્સ ૦.૯૫ ટકાના વધારા સાથે અને નિફ્ટી ૦.૯૮ ટકાના વધારા સાથે બંધ થયો. ટાટા ગ્રુપની કંપની ટ્રેન્ટના શેર આજે ૧૨.૭૮% ના મોટા વધારા સાથે બંધ થયા. પ્રભાવશાળી ત્રિમાસિક પરિણામો બાદ, ટ્રેન્ટના શેરમાં ભારે ખરીદી જાવા મળી.મંગળવારે,બીએસઇ સેન્સેક્સ ૬૮૫.૩૪ પોઈન્ટ (૦.૯૫%) વધીને ૭૩,૦૬૭.૮૧ પર બંધ થયો.એનએસઇ નિફ્ટી ૫૦ ઇન્ડેક્સ ૨૨૦.૩૫ પોઈન્ટ (૦.૯૮%) વધીને ૨૨,૭૭૬.૧૦ પર બંધ થયો.
આજે, સેન્સેક્સની ૩૦ માંથી ૧૯ કંપનીઓના શેર વધારા સાથે લીલા નિશાનમાં બંધ થયા, જ્યારે બાકીની ૯ કંપનીઓ નુકસાન સાથે લાલ નિશાનમાં બંધ થયા, અને ૨ કંપનીઓ યથાવત બંધ થઈ. બીજી તરફ, નિફ્ટી ૫૦ માંથી ૩૨ કંપનીઓના શેર વધારા સાથે લીલા નિશાનમાં બંધ થયા, જ્યારે બાકીની ૧૮ કંપનીઓ નુકસાન સાથે લાલ નિશાનમાં બંધ થયા.સેન્સેક્સમાં સમાવિષ્ટ દેશની અગ્રણી રિટેલ કંપની ટ્રેન્ટના શેર આજે સૌથી વધુ ૧૨.૭૮ ટકાના વધારા સાથે બંધ થયા. દરમિયાન, અગ્રણી આઇટી કંપની ટેક મહિન્દ્રાના શેર આજે સૌથી વધુ ૨.૩૦ ટકાના ઘટાડા સાથે બંધ થયા.
મંગળવારે સેન્સેક્સના બાકીના શેરોમાં કોટક મહિન્દ્રા બેંક ૩.૫૯ ટકા, હિન્દુસ્તાન યુનિલિવર ૨.૮૩ ટકા, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ૨.૭૭ ટકા, ઈન્ડિગો ૨.૨૩ ટકા, ઇટરનલ ૨.૦૮ ટકા, એશિયન પેઇન્ટ્સ ૨.૦૩ ટકા, એક્સિસ બેંક ૨.૦૧ ટકા, ભારતી એરટેલ ૧.૪૯ ટકા, સન ફાર્મા ૧.૦૭ ટકા, એલ એન્ડ ટી ૦.૮૮ ટકા, બીઇએલ ૦.૮૬ ટકા, એચડીએફસી બેંક ૦.૭૪ ટકા, મારુતિ સુઝુકી ૦.૭૦ ટકા, આઇસીઆઇસીઆઇ બેંક ૦.૬૫ ટકા, બજાજ ફિનસર્વ ૦.૪૮ ટકા, અદાણી પોર્ટ્સ ૦.૩૯ ટકા, ટાટા સ્ટીલ ૦.૩૪ ટકા અને એચસીએલ ટેક ૦.૧૮ ટકા વધીને બંધ થયા.આ ઉપરાંત, ટાઇટનના શેર ૧.૩૦ ટકા, બજાજ ફાઇનાન્સ ૦.૯૫ ટકા, આઇટીસી ૦.૭૬ ટકા, અલ્ટ્રાટેક સિમેન્ટ ૦.૭૫ ટકા, ઇન્ફોસિસ ૦.૬૪ ટકા, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ૦.૬૩ ટકા, ટીસીએસ ૦.૪૯ ટકા અને એસબીઆઈ ૦.૧૮ ટકા ઘટ્યા હતા. મંગળવારે પાવર ગ્રીડ અને એનટીપીસીના શેર યથાવત બંધ રહ્યા હતા.