નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં ફરી એકવાર દીપડાના આતંકની ઘટના સામે આવી છે. વાંસદા તાલુકાના ભીનાર ગામે દીપડાએ ૩ વર્ષના બાળકને ઉઠાવી લીધું હોવાની માહિતી સામે આવી છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ છવાયો છે.મળતી માહિતી મુજબ, ભીનાર ગામમાં દીપડો અચાનક આવી પહોંચ્યો હતો અને ૩ વર્ષના બાળકને ઉઠાવીને જંગલ તરફ લઈ ગયો હોવાની આશંકા છે. ઘટનાની જાણ થતાં પરિવારજનો અને સ્થાનિક લોકોમાં ભારે ચિંતા ફેલાઈ છે.
દીપડો બાળકને જંગલ તરફ ખેંચી ગયો હોવાની માહિતી મળ્યા બાદ સ્થાનિક લોકો દ્વારા બાળકની શોધખોળ હાથ ધરવામાં આવી છે. ઘટનાની જાણ વન વિભાગને પણ કરવામાં આવી હોવાની માહિતી છે.વાંસદા વિસ્તાર જંગલ વિસ્તારની નજીક આવેલો હોવાથી અહીં અવારનવાર દીપડાની અવરજવર જાવા મળે છે. સત્તાવાર માહિતી અનુસાર ભીનાર ગામ વાંસદા તાલુકામાં આવેલું છે.