ગોધરામાં વન્ય પ્રાણી સપ્તાહ નિમિત્તે જાગૃતિ રેલી યોજાઈ

વન વિભાગે ‘Forest and Livelihood’ થીમ પર રેલી કરી, અમન ડે સ્કૂલના વિદ્યાર્થીઓ જોડાયા.

ગોધરામાં વન વિભાગ દ્વારા “વન્ય પ્રાણી સપ્તાહ 2026” નિમિત્તે જાગૃતિ રેલી યોજાઈ. આ રેલી “Forest and Livelihood: Sustainable People and Plant” વિષય પર આયોજિત કરાઈ હતી.

રેલીમાં ગોધરાની અમન ડે સ્કૂલના વિદ્યાર્થીઓએ ભાગ લીધો. તેમણે વન સંરક્ષણ, વન્યજીવ રક્ષણ અને પર્યાવરણ જાળવણી માટે જનજાગૃતિનો સંદેશ આપ્યો.’

શાળાના હાયર સેક્ધડરી વિભાગના પ્રિન્સિપાલ રાજેન્દ્ર વણઝારા, પ્રાથમિક અને માધ્યમિક વિભાગના પ્રિન્સિપાલ રેણુ તિવારી તેમજ શિક્ષકો જોડાયા હતા.

ગોધરા વન વિભાગ તરફથી RFO એસ.બી. ભરવાડ, જે.કે. વણકર, કે.એમ. મકવાણા અને ફોરેસ્ટ રેન્જ સ્ટાફ પણ હાજર રહ્યા. રેલી દ્વારા “વન બચાવો, પર્યાવરણ બચાવો”નો સંદેશ લોકો સુધી પહોંચાડવામાં આવ્યો.