હાલોલ-ગોપીપુરા ચોકડી પાસે બાઈક ચોરી સાથે ઈસમને એલ.સી.બી.એ ઝડપ્યો

હાલોલ-ગોપીપુરા ચોકડી પાસે બાઈક ચોરી સાથે ઈસમને એલ.સી.બી.એ ઝડપ્યો
હાલોલ-ગોપીપુરા ચોકડી પાસે બાઈક ચોરી સાથે ઈસમને એલ.સી.બી.એ ઝડપ્યો

લોકલ ક્રાઈમ બ્રાન્ચ પંચમહાલ પોલીસે હાલોલ-ગોપીપુરા ચોકડી પાસેથી ચોરીની બાઇક સાથે એક આરોપીને ઝડપી ૫ાડ્યો હતો.

એલસીબી સ્ટાફ પેટ્રોલિંગમાં હતો દરમિયાન બાતમીના આધારે એક શખ્સ નંબર પ્લેટ વગરની બાઈક લઈને ટીંબી ગામ તરફથી હાલોલ-ગોપીપુરા ચોકડી તરફ આવી રહ્યો છે. એલસીબીએ ગોપીપુરા ચોકડી પાસે વોચ ગોઠવી નાકાબંધી કરી શંકાસ્પદ બાઈક સાથે આવતા શખ્સને કોર્ડન કરી ઝડપી પાડ્યો હતો. પોલીસે બાઈકના કાગળો માંગતો તેની પાસેથી કોઈ સંતોષકારક જવાબ મળ્યા ન હતા. પોલીસે પકડેલા આરોપી મહેશભાઈ અમરસિંહ ચોૈહાણની સઘન પુછપરછ કરતા તેણે કબુલાત કરી હતી કે, ગત તા.૨૯ સપ્ટે.સાંજના સમયે હાલોલ પ્રસૃતિ હોસ્પિટલના પાર્કિંગમાંથી વાયર ડાયરેકટ કરી બાઈકની ચોરી કરી હતી. પોલીસે આરોપી પાસેથી બાઈક જપ્ત કરી હાલોલ ટાઉન પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ચોરીના ગુનાનો ભેદ ઉકેલ્યો હતો.