નસવાડીના પાયાકોઈ ગામે પ્રા.શાળાના નવા ઓરડાઓ માટે માત્ર પાયા ખોદી બાંધકામ નહિ કરતા કોન્ટ્રાકટર સામે ગ્રામજનોનો રોષ

નસવાડી તાલુકાના પાયાકોઈ ગામે પ્રા.શાળાના ઓરડા માટે પાયા ખોદી કાઢ્યા બાદ બાંધકામ શ‚ નહિ કરાતા કોન્ટ્રાકટર સામે ગ્રામજનો અને વાલીઓમાં રોષ ફેલાયો છે.

પાયાકોઈ ગામે પ્રા.શાળાના બાંધકામ માટે પાયા ખોદાયા બાદ કોન્ટ્રાકટર ગાયબ થતાં ગ્રામજનોમાં રોષ જોવા મળ્યો છે. છોટાઉદેપુર સર્વ શિક્ષા અભિયાન દ્વારા પાયાકોઈ ગામે આશરે ‚.૨૦ લાખના ખર્ચે પ્રા.શાળાનુ નવુ મકાન બનાવવા માટે માર્ચ-૨૦૨૬ માં એ.આર.પટેલ એજન્સીને વર્કઓર્ડર આપ્યો હતો. શાળાનુ બાંધકામ તા.૩૦ સપ્ટે.-૨૦૨૬ સુધીમાં પુર્ણ કરીને સોંપવાનુ નકકી કરાયુ હતુ. જોકે કોન્ટ્રાકટર દ્વારા શાળાના બાંધકામ માટે માત્ર પાયા ખોદવામાં આવ્યા બાદ આગળનુ કામ શ‚ કરવામાં આવ્યુ નથી. બાંધકામ અધુ‚ રહેતા વિદ્યાર્થીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જેને લઈ ગ્રામજનોમાં તંત્ર સામે રોષ જોવા મળી રહ્યો છે. ગ્રામજનોની માંગ છે કે, શાળાનુ બાંધકામ તાત્કાલિક શ‚ કરી વહેલી તકે પુર્ણ કરે. આ મામલે સંબંધિત અધિકારીઓ દ્વારા કોન્ટ્રાકટરને કામ શ‚ કરવા માટે નોટિસ પણ પાઠવી હોવાનુ જાણવા મળે છે. જોકે ગ્રામજનોના જણાવ્યા મુજબ નોટિસ બાદ પણ બાંધકામની કામગીરી આગળ વધી નથી.