ગોધરા તાલુકાના કબીરપુર ગામે કેનાલમાંથી અજાણી વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો

ગોધરા તાલુકાના કબીરપુર ગામ પાસેની નર્મદા મુખ્ય કેનાલમાંથી અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળી આવતા પોલીસે અકસ્માત મોત અન્વયે ફરિયાદ દાખલ કરી આગળ તપાસ હાથ ધરી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર મહિસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકાના રામાના મુવાડા ગામે રહેતા નવનીત બાબુભાઈ મહેરાએ કાંકણપુર પોલીસ મથકે અકસ્માત મોત અન્વયે ફરિયાદ નોંધાવી હતી જેમાં જણાવ્યુ હતુ કે, તેઓ સાવલી નજીક આવેલી સીએમઆર ગ્રીન ટેકનોલોજી ખાતે ફરજ બજાવે છે. 21 નવેમ્બરના રોજ તેઓ પોતાની બાઈક લઈને પોતાના ધરેથી કંપનીમાં જઈ રહ્યા હતા. જેમાં તેઓ ગોધરા તાલુકાના તુલસીગામથી વચ્છેસર તરફ જઈ રહ્યા હતા. જેમાં કબીરપુર ગામ નજીક નર્મદા મુખ્ય કેનાલમાં અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ તરતો જોવા મળ્યો હતો. જેને હેલ્પલાઈન ઉપર કોલ કરીને જે બાદ સેવાલિયા ખાતેની જનરક્ષક ટીમ આવી હતી. જે બાદ ફાયર બિગ્રેડની મદદથી અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ કેનાલમાંથીબહાર કાઢવામાં આવ્યો હતો. જે અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ અંદાજે 30 થી 40 વયનો હોવાનુ જણાયુ હતુ. જે અજાણ્યો ઈસમ અગમ્યકારણોસર પડી ગયો હોવાનુ સામે આવ્યુ છે.