ગોધરામાં નાયબ મામલતદારે 200 ફોર્મનો ટાર્ગેટ આપતા બી.એલ.ઓ.એ ફેસબુક પર લાઈવ થઈ આત્મહત્યાની ચિમકી ઉચ્ચારી

ગોધરાના શિક્ષકે બી.એલ.ઓ.ની કામગીરીમાં નાયબ મામલતદાર દબાણ કરીને એસ.આઈ.આર.ની કામગીરીનો ટાર્ગેટ આપતા શિક્ષકે ફેસબુક લાઈવ કરીને આત્મહત્યા કરવાની ચિમકી ઉચ્ચારી હતી. જેના વહીવટી તંત્ર મામલો થાળે પાડવા ના.મામલતદારને અન્ય કામગીરી મુકી દેતા મામલો થાળે પડ્યો હતો.

ગોધરા કોર્ટ પાસેની પ્રા.શાળાના શિક્ષક વિનુભાઈ બામણિયાને બી.એલ.ઓ.ની.કામગીરી સોંપવામાં આવીહતી. વિનુભાઈ રાતના બાર વાગ્યા સુધી ફોર્મ લઈને ઓનલાઈન કામગીરી પણ કરતા હતા. ત્યારે શનિવારે સવારના ના.મામલતદારે કામગીરી નબળી હોવાથી ઝડપી કરવા દબાણ કરતા હોવાનો આક્ષેપ કર્યો હતો. નાયબ મામલતદારે એક જ દિવસમાં 200 ફોર્મ ભરવાનુ સોંપતા વિનુભાઈએ આટલી ઝડપી કામગીરી થઈ શકે તેમ ન હોવાનુ કહેતા ના.મામલતદારે કામગીરી કરવાનુ દબાણ કર્યા હોવાનો આક્ષેપ કરીને વિનુભાઈ બામણીયાએ ફેસબુક લાઈવ કર્યુ હતુ. સોશિયલ મીડિયામાં વાયરલ કર્યુ કે, એક નાયબ મામલતદારે મને કહ્યુ કે, તારી 30 ટકા કામગીરી છે. તારે રોજના 200 ફોર્મ ભરવાના નહિ હતો તને જોઈ લઈશ…તેવી ધમકી આપે છે. જો મને કશુ થયુ કે હું આત્મહત્યા કરૂ તો તેના માટે ના.મામલતદાર સહિતના જવાબદાર રહેશે. ફોર્મ આપતા નથી. આ લોકો ચરબી કરે છે.હું મારી નિષ્ઠાથી કામ કરૂ છુ. જો મારી ધરપકડ કરશે તો હું આત્મહત્યા કરીશ તો જવાબદાર ચુંટણી પંચ રહેશે. હું એક સરકારી શિક્ષક છુ. મને મેન્ટલી હેરેસમેન્ટ કરે છે. શિક્ષકો તમારા દલાલ નથી. રાત્રે બાર વાગ્યા સુધી કામગીરી કરૂ છુ. મારા વિસ્તારના 2002ની યાદીમાં નામ ન હોવાથી ફોર્મ આપતા નથી. તેમ છતાં મને ટાર્ગેટ આપે છે. ના.મામલતદાર મને જેમ તેમ બોલી ગઈ છે. તેવુ સોશિયલ મીડિયામાં વાયરલ કરતા વહીવટી તંત્ર દોડતુ થયુ છે. મામલાને લઈને તંત્ર દ્વારા ટાર્ગેટ આપનાર ના.મામલતદારને એસ.આઈ.આર.ની અન્ય કામગીરી સોંપીને મામલો થાળે પાડવાની કોશિષ કરી હતી. ત્યારે શિક્ષક સંઘ દ્વારા રજુઆત કરાઈ છે.