પંચમહાલ જિલ્લાના કાલોલ ખાતેની એડિશનલ ચીફ જયુડિશીયલ મેજીસ્ટ્રેટ કોર્ટ દ્વારા જમીન વિવાદ બાબતે થયેલા મારામારીના એક કેસમાં મહત્વનો ચુકાદો આપતા કોર્ટે બે આરોપીઓને દોષિત ઠેરવી સજા ફટકારી છે. જયારે બે આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર મોકળ ગામમાં ગત તા.૧૯ જુન-૨૦૨૦ ના રોજ રાત્રિના સમયે ખેતરમાં થયેલી તકરાર અને હુમલાની આ ધટનામાં વિઠ્ઠલભાઈ ગણપતભાઈ ચોૈહાણ અને તેમના પત્નિ મણીબેન પર લોખંડના નારસ(સળિયા)તથા લાકડી વડે હુમલો થયો હતો. જે મામલે કાલોલ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાતા પોલીસે કાર્યવાહી કરી આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ કરતા કાલોલ એડિ.ચીફ જયુડિ.મેજી.ની કોર્ટમાં કેસ ચાલી જતા કોર્ટની સુનાવણી દરમિયાન સરકારી વકીલ આર.કે.રાઠોડની દલીલોને ધ્યાને લઈ કાલોલના એડિ.ચીફ જયુડિ.મેજી.કોર્ટે આરોપીઓ અશ્ર્વિન પર્વત ચોૈહાણ અને ચંદુ અનોપસિંહ ચોૈહાણને દોષિત જાહેર કરી એક વર્ષની સજા તથા દંડ ફટકાર્યો છે. ઉપરાંત કોર્ટે સજાના ભાગપે દોષિતોને ફરિયાદી વિઠ્ઠલભાઈ ગણપતભાઈ ચોૈહાણને .૧૦ હજાર અને મણીબેનને .૫ હજાર વળતર તરીકે ચુકવવાનો આદેશ કર્યો છે. જયારે અન્ય બે આરોપીઓને કોર્ટે નિર્દોષ જાહેર કર્યા હતા.