લુણાવાડામાં GBS ના સેમ્પલ રિપોર્ટ બાકી છતાં શાળાઓની કેન્ટીનમાં ભોજન શરૂ કરાયું

મહીસાગર જીલ્લાના લુણાવાડામાં જીબીએસ રોગના શંકાસ્પદ કેસો સામે આવ્યા બાદ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા લેવાયેલા ખાદ્ય પદાર્થોના સેમ્પલના રિપોર્ટ બે મહિનાથી વધુ સમય વીતી જવા છતાં હજુ સુધી આવ્યા નથી. ઓગસ્ટ મહિનામાં લેવાયેલા આ સેમ્પલના પરિણામ જાહેર થયા ન હોવા છતાં, સાવચેતીના ભાગ‚પે બંધ કરાયેલી શાળાઓની કેન્ટીનોમાં ભોજન પીરસવાની પ્રક્રિયા પુન: શ‚ કરી દેવામાં આવતાં આરોગ્ય વિભાગની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે.

સેમ્પલના રિપોર્ટ પહેલા જ કેન્ટીન શ‚ શંકાસ્પદ કેસો મળતાં તંત્ર દ્વારા સાવચેતીના પગલા તરીકે શાળાઓની કેન્ટીનમાં ભોજન પીરસવા પર ત્વરિત પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો હતો. ભોજનની ગુણવત્તા તેમજ તેની સુરક્ષાની ચકાસણી કરવા માટે વિભાગે વિવિધ સેમ્પલ લીધા હતા. જોકે, લેબોરેટરીમાંથી સેમ્પલના રિપોર્ટ સત્તાવાર રીતે આવે તે પહેલાં જ શાળાઓની કેન્ટીનો ફરી શ‚ કરી દેવાતાં વિદ્યાર્થીઓની આરોગ્ય સુરક્ષા અને તપાસની સ્થિતિ અંગે અનેક આશંકાઓ સેવાઈ રહી છે.

ગોધરાથી ચાલતી કચેરી અને વિલંબનું કારણ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીએ ટેલિફોનિક વાતચીતમાં સ્વીકાર્યું હતું કે, લેવાયેલા સેમ્પલ તપાસ અર્થે મોકલી આપવામાં આવ્યા છે, પરંતુ તેના રિપોર્ટ હજુ સુધી મળ્યા નથી. ઉલ્લેખનીય છે કે, મહીસાગર જીલ્લાની ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની મુખ્ય કામગીરી ગોધરા સ્થિત કચેરીથી ચલાવવામાં આવે છે. રિપોર્ટમાં આટલો મોટો વિલંબ થવા પાછળનું કારણ શું છે અને તપાસ ક્યારે પૂર્ણ થશે તે અંગે તંત્ર દ્વારા કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી.

આરોગ્ય અને ખાદ્ય સુરક્ષા અંગે ચિંતા લુણાવાડામાં જીબીએસના શંકાસ્પદ કેસો સામે આવ્યા બાદ આરોગ્ય અને ખાદ્ય સુરક્ષાને લઈને સ્થાનિક રહીશો અને વાલીઓમાં ચિંતા વ્યાપેલી છે. બાળકોના સ્વાસ્થ્ય સાથે સીધો સંબંધ ધરાવતી આ બાબતમાં વિભાગે તાત્કાલિક સેમ્પલના રિપોર્ટ મેળવીને યોગ્ય પરિણામ જાહેર કરવા જોઈએ તેવી માંગ ઊઠી છે. હાલમાં તંત્ર દ્વારા તપાસના પરિણામો અને લેવાયેલા પગલાં અંગેની સત્તાવાર માહિતી આપવાની બાકી છે.