ગોધરામાં દિવાળીના તહેવાર પહેલાં સામાજીક આગેવાનો સામે શાંતિ સમિતિની બેઠક યોજી

પંચમહાલ જીલ્લાના ગોધરા શહેરમાં દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને બી ડિવિઝન પોલીસ મથકે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી. Dy.SP બ્રિન્દા જાડેજાની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં એ ડિવિઝન અને બી ડિવિઝનના પોલીસ ઇન્સ્પેક્ટર સહિત સામાજીક આગેવાનો હાજર રહ્યા હતા.

દિવાળી દરમિયાન શહેરમાં શાંતિ અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી બેઠક યોજાઈ હતી. તહેવાર શાંતિપૂર્ણ રીતે ઉજવવા અંગે પોલીસ અધિકારીઓ અને સામાજીક આગેવાનોએ ચર્ચા કરી હતી.