સંખેડાના ઉચ્છ નદીના લો-લેવલ બ્રિજ માટે રૂ.૧૧.૨૫ કરોડની મંજૂરી મળતા ગ્રામજનોમાં આનંદ

સંખેડા તાલુકાના માનપુર ગામથી બંગલી ફળિયા તરફ જવાના માર્ગ પર ઉચ્છ નદી ઉપર લો-લેવલ બ્રિજ બનાવવાની કામગીરી માટે ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા રૂા.૧૧.૨૫ કરોડની અંદાજીત રકમની મંજૂરી અપાઈ છે.

મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના વર્ષ ૨૦૨૫-૨૬ હેઠળ આ કામગીરી હાથ ધરવાનું આયોજન કરાયું છે. લાંબા સમયથી પુલની માંગ કરી રહેલા ગ્રામજનો માટે આ સમાચાર રાહત‚પ બન્યા છે.

સરકારના મંજૂરીપત્ર મુજબ, માનપુર ગામથી બંગલી ફળિયા તરફના એપ્રોચ રોડ પર ઉચ્છ નદી ઉપર અંદાજે ૦.૪૦ કિમીની લંબાઈમાં આ કામગીરી કરાશે. જેમાં લો-લેવલ બ્રિજના બાંધકામ ઉપરાંત એપ્રોચ રોડ અને પ્રોટેક્શન વોલ બનાવવાની કામગીરીનો પણ સમાવેશ થાય છે. માર્ગ અને મકાન વિભાગની મંજૂરીને આધીન આ કામ પૂર્ણ થતાં આગામી દિવસોમાં સ્થાનિક લોકોને અવરજવરમાં મોટી સુવિધા મળી શકશે.

પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ગ્રામ પંચાયત દ્વારા પણ પોતાના સ્વખર્ચે નદીમાં કાચું ડાયવર્ઝન બનાવવાની કામગીરી કરાતી હતી, જેથી લોકોને નદી પાર કરવામાં થોડી રાહત મળી શકે. જોકે, કાયમી પુલની જરૂરિયાત યથાવત્ રહેતાં ગ્રામજનો દ્વારા સતત રજૂઆતો કરવામાં આવતી હતી.

આ સ્થળે પુલ બનાવવાની માંગને લઈને સંખેડાના ધારાસભ્ય અભેસિંહ તડવી દ્વારા રજૂઆત કરાઈ હતી. આ રજૂઆત બાદ ઉચ્છ નદી ઉપર લો-લેવલ બ્રિજ બનાવવા માટે મંજૂરી મળતાં વર્ષોથી પુલની રાહ જોઈ રહેલા ગ્રામજનોની આશા ફળીભૂત થઈ છે.સરકાર દ્વારા રૂ. ૧૧.૨૫ કરોડના અંદાજીત ખર્ચે પુલની કામગીરીને મંજૂરી મળ્યાની જાણ થતાં ગ્રામજનોમાં આનંદની લાગણી ફેલાઈ છે.

વર્ષોથી પુલની માંગ, ગ્રામજનોએ કર્યો હતો મતદાનનો બહિષ્કાર માનપુર નજીક ઉચ્છ નદી ઉપર પુલ બનાવવાની માંગ લાંબા સમયથી કરવામાં આવી રહી હતી. ભૂતકાળમાં આ સ્થળે પુલ બનાવવાની માંગ સાથે ગ્રામજનોએ મતદાનનો બહિષ્કાર પણ કર્યો હતો. નદીમાં અવરજવર માટે યોગ્ય સુવિધા ન હોવાને કારણે સ્થાનિક લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો.

માનપુર સાથે ગુંડેરના લોકોને પણ ફાયદો આ પુલ બન્યા બાદ માત્ર માનપુર ગામ જ નહીં, પરંતુ ગુંડેરનારહીશોને પણ અવરજવરમાં નોંધપાત્ર ફાયદો થવાની આશા છે.પુલના કારણે સ્થાનિક જોડાણ વધુ સુલભ બનશે અને નદી પારકરવામાં પડતી મુશ્કેલીઓમાં ઘટાડો થશે.