કાલોલ પંથકમાં રેતી માફિયાઓનો આતંક એટલી હદે વધી ગયો છે કે હવે તેઓ સરકારી તંત્રને ખુલ્લો પડકાર ફેંકી રહ્યા છે. વેજલપુરચલાલી માર્ગ પર બનેલી ઘટનામાં, કાલોલ મામલતદાર કચેરીની ટીમ સ્થળ પર પહોંચીને ગેરકાયદેસર રેતી ભરેલા ડમ્પરને ઝડપી પાડે તે પહેલાં જ શાતિર ડમ્પરચાલકે કાયદાના લીરેલીરા ઉડાવતી હરકત કરી હતી. અધિકારીઓ હાથવેંતમાં હોવાની ગંધ આવી જતાં ચાલકે પોતાનું વાહન બચાવવા માટે મુખ્ય રસ્તાની વચ્ચોવચ આખેઆખી રેતી ખાલી કરી દીધી હતી અને અન્ય અંદરના રસ્તેથી વાહન ભગાવી ફરાર થઈ જવામાં સફળ રહ્યો હતો ગેરકાયદેસર અને પાસ-પરમિટ વગર ઓવરલોડ રેતી ભરીને નીકળેલા ડમ્પર અંગે કાલોલ મામલતદાર કચેરીની ટીમ સ્થળ પર પહોંચીને તેને ઝડપી પાડવાની તૈયારીમાં હતી. જોકે, ટીમ આવે તે પહેલાં જ પકડાઈ જવાના ડરે ડમ્પરચાલકે કાયદાના લીરેલીરા ઉડાવી મુખ્ય ડામર રોડની બરાબર વચ્ચોવચ આખેઆખી રેતી ખાલી કરી દીધી હતી. આ સમગ્ર ઘટનાએ પંચમહાલ જીલ્લા ખાણ-ખનિજ વિભાગની કામગીરીના ધજાગરા ઉડાવી દીધા છે. સરકાર જે તંત્રને કરોડો પિયાના પગાર અને સાધન-સુવિધાઓ આપે છે તે ખાણ-ખનિજ વિભાગ કઈ ગુફામાં ભરાઈને બેઠું છે? જીલ્લામાં ગેરકાયદે ખનન અને પરમિટ વગર ઓવરલોડ રેતીનું પરિવહન કોઈ નવી વાત નથી, પરંતુ આ સમગ્ર ગોરખધંધો ખાણ-ખનિજ વિભાગના નાક નીચે ખુલ્લેઆમ ચાલી રહ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ફિલ્ડમાં માત્ર ‘દેખાડા ખાતર’ ક્યારેક ગાડીઓ ફેરવવામાં આવે છે, જ્યારે અંદરખાને મોટી સાંઠગાંઠ હોવાની ચર્ચાઓ જોર પકડી રહી છે. જો વિભાગની કામગીરી પારદર્શક હોય, તો આવા રેતી માફિયાઓમાં તંત્રનો સહેજ પણ ખોફ કેમ નથી? કેમ વારંવાર ખાણ-ખનિજ વિભાગ માત્ર નાના વાહનો પકડી સંતોષ માને છે અને અસલી મોટા માફિયાઓ સામે મૂકપ્રેક્ષક બની રહે છે? રસ્તા વચ્ચે આ રીતે બેદરકારીપૂર્વક મોટો રેતીનો ઢગલો ખડકી દેવાતા વાહનવ્યવહાર ખોરવાયો છે. વળાંક કે અંધારામાં આ ઢગલો અચાનક સામે આવવાથી મોટો અકસ્માત સર્જાઈ શકે છે અને નિર્દોષ વાહનચાલકોનો જીવ પણ જઈ શકે છે. જાહેર માર્ગને જોખમમાં મૂકનારા આ અસામાજીક તત્વો સામે માત્ર ખનિજ ચોરી જ નહીં, પરંતુ માનવ જિંદગી જોખમમાં મૂકવા બદલ કડક ફોજદારી ગુનો નોંધાવો જોઈએ.સ્થાનિક જાગૃત નાગરિકોની સ્પષ્ટ માગણી છે કે માત્ર વાહનો પકડવાના નાટક બંધ કરી, સરકારી તિજોરીને ચૂનો ચોપડતાં રેતી માફિયાઓ અને તેમને છાવરતા ખાણ-ખનિજ વિભાગના અધિકારીઓ વચ્ચેની કથિત સાંઠગાંઠની ઉચ્ચસ્તરીય તપાસ કરવામાં આવે તેવી માંગ ઊઠવા લાગી છે
ફિલ્ડમાં પોલીસ કે મામલતદાર કેમ, ભૂસ્તર વિભાગ કેમ ગાયબ?
ગેરકાયદે ખનન અને પરિવહન અટકાવવાની પ્રાથમિક જવાબદારી ખાણ-ખનિજ વિભાગની છે. પરંતુ પંચમહાલમાં મામલતદાર કે પોલીસ તંત્રને દોડવું પડે છે અને ખાણ-ખનિજ વિભાગ માત્ર ગોધરાની કચેરીઓમાં એરકન્ડિશન્ડ ચેમ્બરોમાં બેસી તમાશો જોતું રહે છે.
કાલોલ અને આસપાસના નદી-પટ વિસ્તારોમાંથી દરરોજ સેંકડો ટન ગેરકાયદે રેતી ચોરાય છે, છતાં ખાણ-ખનિજ વિભાગના પેટ્રોલિંગ વાહનો ક્યારેય આવા ટ પર કેમ દેખાતા નથી? સ્થાનિક લોકોમાં ખુલ્લેઆમ ચર્ચા છે કે માસિક હપ્તા અને ટકાવારીની ગોઠવણ વગર આવા માફિયા આટલી ખુલ્લી દાદાગીરી કરી જ ન શકે
મોટા માથાઓ સામે લાચારી, માત્ર સામાન્ય વાહનો પર દંડ ખાણ-ખનિજ વિભાગ વર્ષમાં ગણ્યા-ગાંઠ્યા સામાન્ય ટ્રેક્ટરો પકડીને પોતાની પ્રેસનોટ બનાવી સંતોષ માની લે છે, જ્યારે મોટા ડમ્પરો અને સિન્ડિકેટ ચલાવતા અસલી ભૂમાફિયાઓ સામે હાથ જોડવાની નીતિ અપનાવે છે
રેતી ચોરી રોકવા માટે સરકાર પાસેથી લાખોના પગાર અને સુવિધાઓ ભોગવતું ખાણ-ખનિજ ખાતું માત્ર ચેમ્બરોમાં બેસીને શું તમાશો જુએ છે?
જ્યારે મામલતદાર કચેરીની ટીમોને ફિલ્ડમાં દોડવું પડે છે, ત્યારે જીલ્લા ખાણ-ખનિજ તંત્રની ગાડીઓ કેમ ક્યાંય પેટ્રોલિંગમાં દેખાતી નથી?
શું ખનિજ માફિયાઓ સાથે અંદરખાને મોટી ટકાવારી અને હપ્તા નક્કી થયેલા છે, જેના કારણે ભૂસ્તર વિભાગ આંખ આડા કાન કરી રહ્યું છે?