હાલોલ સ્થિત ફેમિલી કોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદો આપતા વૃદ્ધ પિતાને ભરણપોષણની રકમ ન ચૂકવનારા ત્રણ પુત્રોને ૪૮૦-૪૮૦ દિવસ (કુલ ૧૬ મહિના) ની સાદી કેદની સજા ફટકારી છે.
કાલોલ તાલુકાના સડક ફળિયા ખાતે રહેતા ૬૦ વર્ષીય વૃદ્ધ પિતા સલામ ઈસ્માઈલ નાથાએ પોતાના ત્રણ પુત્રોઈદ્રીશ સલામ નાથા (ડ્રાઈવર), આલતાફ સલામ નાથા (વેપારી) અને હાન સલામ નાથા (વેપારી) સામે ભરણપોષણ મેળવવા માટે અરજી દાખલ કરી હતી. ફેમિલી કોર્ટે ૨૫ ફેબ્રુઆરી ૨૦૨૬ના રોજ આદેશ આપીને ત્રણેય પુત્રોને પિતાને દર મહિને ૧,૦૦૦-૧,૦૦૦ પિયા (કુલ . ૩,૦૦૦ દર મહિને) ભરણપોષણ પેટે આપવાનો હુકમ કર્યો હતો.
કોર્ટના આદેશ છતાં ત્રણેય પુત્રોએ ૦૧ જાન્યુઆરી ૨૦૨૫ થી ૩૦ એપ્રિલ ૨૦૨૬ સુધીના ૧૬ મહિનાનું કુલ . ૪૮,૦૦૦ (પ્રત્યેકના ભાગે . ૧૬,૦૦૦) નું ભરણપોષણ ચૂકવ્યું નહોતું. આથી પિતા સલામ નાથાએ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS) ની કલમ ૧૪૪(૩) હેઠળ બાકી રકમની વસૂલાત માટે કોર્ટમાં અરજી (Cr.M.A. No. 206/2026) ફાઈલ કરી હતી.
કોર્ટ દ્વારા નોટિસ બજાવવામાં આવી હોવા છતાં અને પૂરતો સમય આપવા છતાં પુત્રોએ કોર્ટમાં હાજર રહીને કે ભરણપોષણની રકમ જમા કરાવી નહોતી.
હાલોલ ફેમિલી કોર્ટના જજ જે.પી. ત્રિવેદીએ આ બાબતને ગંભીરતાથી લેતા અને પુત્રોની બેદરકારીને ધ્યાને રાખીને ત્રણેય સામાવાળાઓને દર એક મહિનાના બાકી ભરણપોષણ સામે ૩૦ દિવસની સજા મુજબ કુલ ૧૬ મહિના માટે ૪૮૦-૪૮૦ દિવસ (પ્રત્યેકને) ની સાદી કેદની સજા સંભળાવી છે.
ઈદ્રીશ સલામ નાથા: ૧૬ મહિનાના બાકી . ૧૬,૦૦૦ ન ચૂકવવા બદલ ૪૮૦ દિવસની કેદ.
આલતાફ સલામ નાથા: ૧૬ મહિનાના બાકી . ૧૬,૦૦૦ ન ચૂકવવા બદલ ૪૮૦ દિવસની કેદ.
હાન સલામ નાથા: ૧૬ મહિનાના બાકી . ૧૬,૦૦૦ ન ચૂકવવા બદલ ૪૮૦ દિવસની કેદ.
જો પુત્રો બાકી નીકળતી રકમ જમા કરાવી દેશે તો તે મુજબની મુક્તિ/સજામાં રાહત આપવામાં આવશે. સંબંધિત પોલીસ અધિકારીને ત્રણેય પુત્રો સામે ધરપકડ વોરંટ બજાવીને જેલ હવાલે કરવા અને કોર્ટમાં રિપોર્ટ રજૂ કરવા આદેશ કરાયો છે.