કાલોલ કોર્ટનો ચુકાદો રિક્ષામાં સવારી બેસાડવા બાબતે થયેલા ઝઘડામાં તીક્ષ્ણ હથિયારથી હુમલો કરનાર ત્રણેય આરોપીઓ દોષિત જાહેર, પ્રોબેશન પર મુક્ત

પંચમહાલ જીલ્લાના કાલોલ કોર્ટે રિક્ષામાં પેસેન્જરો બેસાડવાની બાબતની અદાવતમાં થયેલા મારામારીના એક કેસમાં મોટો ચુકાદો આપ્યો છે. વધારાના ચીફ જ્યુડિશિયલ મેજીસ્ટ્રેટ પી.એસ.રાઉંડલની કોર્ટે ઇન્ડિયન પીનલ કોડ (IPC)ની કલમ ૩૨૩, ૩૨૪ અને ૧૧૪ હેઠળ ત્રણેય આરોપીઓને દોષિત ઠેરવ્યા છે. જો કે, ગુનાની પ્રકૃતિ અને આરોપીઓની પ્રથમ અપરાધની પૃષ્ઠભૂમિને ધ્યાનમાં રાખીને તેમને તરત જ જેલની સજા કરવાના બદલે પ્રોબેશન ઓફ ઓફેન્ડર્સ એક્ટ, ૧૯૫૮ ની કલમ ૪ હેઠળ પ્રોબેશન પર મુક્ત કરવાનો હુકમ કર્યો છે.

ઘટનાની તારીખ અને સમય: ૧૦/૧૧.૦૪.૨૦૧૭ ની રાત્રિ દરમિયાન (આસપાસ ૦૦:૩૦ કલાકે), સ્થળ: એમ.જી.એસ. હાઇ સ્કૂલની પાસે, કાલોલ, પંચમહાલ ફરિયાદી/ભોગ બનનાર: ધર્મેન્દ્રસિંહ ડાહ્યાભાઈ પરમાર (રિક્ષાચાલક) સંજયભાઈ અમરસિંહ વાઘરી (ઉંમર ૨૭),અજયભાઈ અમરસિંહ વાઘરી (ઉંમર ૨૫),અમરસિંહ મોતીભાઈ વાઘરી (ઉંમર ૪૫) (તમામ રહેવાસીઓ કાલોલ ફરિયાદી ધર્મેન્દ્રસિંહ ડાહ્યાભાઈ પરમાર રિક્ષા ચલાવીને પોતાનું ગુજરાન ચલાવે છે. આરોપીઓ પણ રિક્ષા ચલાવતા હોવાથી તેમની વચ્ચે પેસેન્જરો બેસાડવા બાબતે અદાવત ચાલી આવતી હતી. ઘટનાની રાત્રે જ્યારે ફરિયાદી પેસેન્જરો લઈને જઈ રહ્યા હતા ત્યારે આરોપીઓએ તેમની રિક્ષા અટકાવી હતી.

આરોપી સંજયભાઈ પાસે કુહાડી, અજયભાઈ પાસે લોખંડની પાઈપ અને અમરસિંહ પાસે લાકડી હતી. ત્રણેયએ મળીને ફરિયાદી સાથે ઝઘડો કરી ગાળો બોલી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હુમલો કર્યો હતો. આ હુમલામાં ફરિયાદીને હાથ પર કુહાડીનો ઘા વાગતા ગંભીર ઈજા થઈ હતી, તેમજ માથા અને ખભાના ભાગે પણ ઈજાઓ પહોંચી હતી. કોર્ટે પ્રોસીક્યુશન દ્વારા રજૂ કરાયેલા પુરાવાઓ, ઈજાગ્રસ્ત ફરિયાદીની સાક્ષી અને તબીબી પ્રમાણપત્રના આધારે ત્રણેય આરોપીઓ વિ‚દ્ધનો ગુનો સાબિત માનીને તેમને ઈંઙઈની કલમ ૩૨૩, ૩૨૪ સહવાંચિત કલમ ૧૧૪ તથા ગુજરાત પોલીસ એક્ટની કલમ ૧૩૫ હેઠળ દોષિત ઠેરવ્યા છે. જો કે, આઈ.પી.સી. કલમ ૫૦૪ (શાંતિ ભંગ કરવાના ઇરાદાથી અપમાન) ના આરોપમાંથી તેમને મુક્ત કરવામાં આવ્યા છે.

આરોપીઓ ગરીબ વર્ગના છે, રિક્ષા ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવે છે અને અગાઉ તેમનો કોઈ ગુનાહિત ઇતિહાસ (Antecedents) નથી, તે બાબતને ધ્યાનમાં રાખીને કોર્ટે તેમને જેલ મોકલવાને બદલે પ્રોબેશન ઓફ ઓફેન્ડર્સ એક્ટ, ૧૯૫૮ ની કલમ ૪ હેઠળ સારા વર્તનની શરતે મુક્ત કર્યા છે. ત્રણેય આરોપીઓએ ૧ વર્ષના સમયગાળા માટે રૂ. ૧૦,૦૦૦/- નો વ્યક્તિગત બોન્ડ અને તેટલી જ રકમની એક જામીનગીરી રજૂ કરવાની રહેશે. આ સમયગાળા દરમિયાન તેઓ ગોધરાના જીલ્લા પ્રોબેશન અધિકારીની દેખરેખ હેઠળ રહેશે અને શાંતિપૂર્ણ જીવન જીવશે. પ્રોબેશન એક્ટની કલમ ૫(એ) હેઠળ ત્રણેય આરોપીઓએ સામૂહિક રીતે કુલ રૂ. ૨૪,૦૦૦/- (દુકાનદાર/ફરિયાદી દીઠ રૂ,૮,૦૦૦) નું વળતર ઈજાગ્રસ્ત ફરિયાદી ધર્મેન્દ્રસિંહ ડાહ્યાભાઈ પરમારને ચૂકવવાનો આદેશ કરવામાં આવ્યો છે.