ગોધરા-લુણાવાડા રોડ પર પંચામૃત ડેરી પાસે ટેન્કરમાં ભીષણ આગ

આગની ઊંચી જ્વાળાઓ અને ધુમાડાના ગોટેગોટાથી વિસ્તારમાં અફરાતફરીનો માહોલ.

પંચમહાલ જીલ્લાના ગોધરા-લુણાવાડા રોડ પર પંચામૃત ડેરી પાસે એક ટેન્કરમાં અચાનક ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. ટેન્કરમાં આગ લાગતાં જ આગે વિકરાળ સ્વ‚પ ધારણ કર્યું હતું. આગની ઊંચી જ્વાળાઓ અને ધુમાડાના ગોટેગોટા દૂરથી દેખાતાં આસપાસના વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી.

રસ્તા પરથી પસાર થઈ રહેલા વાહનચાલકોમાં પણ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ટેન્કરમાં લાગેલી આગને પગલે વિસ્તારમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. આગ કયા કારણોસર લાગી તે અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટતા થઈ નથી.

રાહતની વાત એ છે કે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી. ઘટનાને પગલે સ્થાનિક વિસ્તારમાં લોકોમાં કુતૂહલ સાથે ચિંતા જોવા મળી હતી.