દાહોદ જીલ્લામાં તા. ૩૦ ઓક્ટોબરે પી.એમ. કિસાન ઉત્સવ દિવસની ઉજવણી કરાશે

ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગના ચેરમેન ધર્મિષ્ઠાબેન ગજ્જરના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ યોજાશે.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં બનાસકાંઠાથી પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો ૨૪મો હપ્તો રીલીઝ થશે.

દાહોદના છાપરી સ્થિત રામ પાર્ટી પ્લોટ ખાતે જીલ્લા કક્ષાનો મુખ્ય કાર્યક્રમ યોજાશે.

૩૦ ઓક્ટોબર, ૨૦૨૬ના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં બનાસકાંઠાના ભીલડી ખાતેથી પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો ૨૪મો હપ્તો રીલીઝ કરવામાં આવશે. આ પ્રસંગે દાહોદ જીલ્લામાં ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગના ચેરમેન ધર્મિષ્ઠાબેન ગજ્જરના અધ્યક્ષ સ્થાને રામ પાર્ટી પ્લોટ છાપરી ખાતે પી.એમ. કિસાન ઉત્સવ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવશે.જેમાં ખેડૂતોને વડાપ્રધાનના કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળવાની તક મળશે.

દાહોદ જીલ્લાના વધુમાં વધુ ખેડૂતો આ કાર્યક્રમમાં સહભાગી બની શકે તે માટે જીલ્લા પંચાયતની ૫૦ બેઠકોને આવરી લઈને કુલ ૧૦૦ ગામોમાં સ્થાનિક પદાધિકારીઓ અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં કાર્યક્રમનું લાઈવ પ્રસારણ કરવામાં આવશે.

આ કાર્યક્રમના માધ્યમથી ખેડૂતોને પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના ૨૪મા હપ્તાની માહિતી સાથે સરકારની વિવિધ કૃષિલક્ષી અને ખેડૂત કલ્યાણકારી યોજનાઓ અંગે માર્ગદર્શન પૂ‚ં પાડવામાં આવશે. આ પહેલથી ખેડૂતોમાં યોજનાઓ અંગે જાગૃતિ વધશે અને કૃષિ ક્ષેત્રના વિકાસને વધુ વેગ મળશે.