દિલ્હી-મુંબઈ એકસપ્રેસ-વેના લીમખેડા-ગોધરા ટોલ પર ટોલ વસુલવાની દિવાળી પહેલા શરૂઆત

ભારતમાલા પરીયોજના અંતર્ગત તૈયાર કરવામાં આવેલા દિલ્હી-મુંબઈ એકસપ્રેસ-વેના લીમખેડા-વાંકડીથી ગોધરા વચ્ચેના ૪૬ કિ.મી.ના સ્ટ્રેચ પર ટ્રાયલ રન સફળતાપુર્વક પુર્ણ થતાં હવે સત્તાવાર રીતે ટોલ વસુલાત શરૂ કરી દિવાળી પહેલા જ વાહનચાલકોને આંચકો આપવામાં આવ્યો છે.

હાઈવે ઓથોરિટી દ્વારા વાંકડી ટોલનાકા પરથી વાહનચાલકો પાસેથી ટોલ ફી ઉઘરાવવાનુ શરૂ કરાતા લીમખેડાથી ગોધરા વચ્ચેની ૪૬ કિ.મી.ની મુસાફરી હવે મોંઘી બનશે. જોકે ઓથોરિટી દ્વારા હજુ સુધી વિવિધ વાહનો માટેના ટોલ દરના સત્તાવાર બોર્ડ ટોલનાકા પર પ્રદર્શિત કરવામાં આવ્યા નથી. જેને લઈને વાહનચાલકોમાં થોડો અસંતોષ જોવા મળી રહ્યો છે. અત્યાર સુધી આ આઠ-લેન અને એકસપ્રેસ-ક્ધટ્રોલ્ડ એકસપ્રેસ-વે પર ટ્રાયલ બેઝ પર વાહનોને મફત અવર જવર કરવાની છુટ આપવામાં આવી હતી. પરંતુ તહેવારો ટાંણે જ વસુલાત શ‚ કરી દેવાતા ખાસ કરીને રોજિંદી અવર જવર કરતા વાહનચાલકો અને વેપારીઓ પર આર્થિક બોઝ વધશે. પંચમહાલ અને દાહોદ જિલ્લામાંથી પસાર થતો આ હાઈવે આગામી સમયમાં મધ્યપ્રદેશ સાથેના સીધા સંપર્કને વધુ ઝડપી બનાવશે. લીમખેડા નજીક વાંકડી ગામથી શ‚ થતો આ સ્ટ્રેચ દે.બારીઆ, દુધિયા અને આસપાસના ગ્રામિણ વિસ્તારોના લોકોને ગોધરા અને આગળ મધ્યપ્રદેશ તરફ જવા માટે ઝડપી અને સુવિધાસભર કનેક્ટિવટી પુરી પાડી રહ્યો છે.