ગુજરાતમાં ૨ ઑક્ટોબર ગાંધી જયંતીથી ૨૫ ડિસેમ્બર અટલ બિહારી વાજપાયી જયંતી સુધી ‘રિફૉર્મ ઉત્સવ ઉજવવામાં આવશે

મુખ્યમંત્રીના સીધા નેતૃત્વ હેઠળ કાર્યરત સામાન્ય વહીવટ વિભાગે રિફૉર્મ ઉત્સવના અસરકારક આયોજન, સંચાલન, અમલીકરણ અને દેખરેખ માટે રાજ્ય કક્ષાની સમિતિની રચના કરી છે. આ સમિતિમાં સભ્યો તરીકે તમામ વિભાગોના અધિક મુખ્ય સચિવ/અગ્ર સચિવ/સચિવ રહેશે. જ‚રિયાત મુજબ અન્ય અધિકારીઓનો પણ સમિતિમાં સમાવેશ કરવામાં આવશે. આ ઉપરાંત; રિફૉર્મ ઉત્સવના સંકલન માટે રાજ્ય કક્ષાએ સામાન્ય વહીવટ વિભાગના અગ્ર સચિવ (વહિવટી સુધારણા અને તાલીમ પ્રભાગ  વસુતાપ્ર)ને નોડલ અધિકારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ સાથે જ; દરેક વહીવટી વિભાગ અને જિલ્લામાં પણ નોડલ અધિકારીની નિમણૂક કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે કે જેથી અભિયાનના દરેક તબક્કાની કામગીરી સુવ્યવસ્થિત રીતે આગળ વધે.

રિફૉર્મ ઉત્સવને માત્ર ગાંધીનગર કે રાજ્ય કક્ષાની પહેલ ન રાખતા તેને છેવાડાના નાગરિક સુધી પહોંચાડવા જિલ્લા કક્ષાએ પણ સમિતિની રચના કરવામાં આવી છે. જિલ્લા કક્ષાની સમિતિના અધ્યક્ષ તરીકે કલેક્ટરશ્રી અને સહ-અધ્યક્ષ તરીકે જિલ્લા વિકાસ અધિકારીશ્રી રહેશે. નિવાસી અધિક કલેક્ટર સહિત ખેતીવાડી, આરોગ્ય, સમાજ સુરક્ષા, બેિંક્ધગ, વીજ કંપની અને અન્ય સંબંધિત વિભાગોના અધિકારીઓને પણ તેમાં સ્થાન આપવામાં આવ્યું છે.

ગાંધી જયંતી એટલે કે ૨ ઑક્ટોબરથી રિફૉર્મ ઉત્સવનો મુખ્ય તબક્કો શ‚ થશે. તેમાં દરેક પંચાયતમાં ‘જન મંથન સભા યોજાશે. આ સભામાં વરિષ્ઠ મહાનુભાવોના સંબોધન સાથે નાગરિકોને રિફૉર્મ ઉત્સવ અંગે જાગૃત કરવામાં આવશે. નાગરિકોને સ્થળ પર જ પોતાના સૂચનો રજૂ કરી શકાય તે માટે માય ભારત વોલન્ટિયર્સ અને કોમન સર્વિસ સ્ોન્ટર મારફતે હેલ્પ ડેસ્ક પણ કાર્યરત કરવામાં આવશે.

ઑક્ટોબર દૃરમિયાન વૉર્ડ સભા, જનસભા, રેલી, વૉકેથોન, સાયકલ અને બાઇક રેલી, શેરી નાટક, કૅમ્પસ આઉટરીચ, મહિલા સ્વસહાય જૂથો, એફપીઆએ, વેપારી મંડળો, સહકારી સંસ્થાઓ, હોસ્પિટલ, ઔદ્યોગિક એકમો અને હાઉિંસગ સોસાયટીઓ સહિત વિવિધ સ્તરે જનજાગૃતિ પ્રવૃત્તિઓ હાથ ધરાશે. આશા,એએનએમ અને આંગણવાડી કાર્યકરો દ્વારા ઘર-ઘર સંપર્ક કરીને પણ લોકો સુધી અભિયાનનો સંદૃેશ પહોંચાડાશે.

રિફૉર્મ ઉત્સવમાં પ્રથમ તબક્કો ‘જન મંથનનો રહેશે, જેમાં ૨થી ૩૧ ઑક્ટોબર સુધી નાગરિકોના સૂચનો એકત્ર કરવામાં આવશે. ત્યાર બાદૃ ૧૦ ઑક્ટોબરથી ૩૦ નવેમ્બર સુધી ‘વિમર્શ તબક્કામાં વિભાગો સૂચનોનું ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરીને અમલપાત્ર સુધારાઓ ઓળખશે અને તેને ‘ક્વિક વિન્સ તથા ‘મધ્યમ ગાળાના સુધારા તરીકે વર્ગીકૃત કરશે.

ત્રીજા તબક્કા ‘જન સમાધાનમાં ૧૦ ઑક્ટોબરથી ૨૦ ડિસેમ્બર સુધી ક્વિક વિન્સનો અમલ કરવામાં આવશે. મધ્યમ ગાળાના સુધારાઓ માટે અમલીકરણનો રોડમેપ તૈયાર કરીને પોર્ટલ પર મૂકવામાં આવશે અને તેના અમલની શ‚આત પણ કરવામાં આવશે.

રિફૉર્મ ઉત્સવની વિશેષતા એ છે કે દૃરેક રજૂઆતને આપમેળે ‘રિફૉર્મ નિંહ ગણવામાં આવે. કોઈ સૂચન સામાન્ય પરિસ્થિતિમાં સૌને લાગુ પડે, મૂળ સમસ્યાના કારણને સંબોધે-સ્પષ્ટ કરે, ભવિષ્યની પ્રક્રિયામાં સુધારો લાવે, માનક નિયમ કે માનક સંચાલન પદ્ધતિ તરીકે અન્ય સ્થળોએ પણ લાગુ કરી શકાય અને રચનાત્મક ઉકેલ સૂચવે; આ પાંચ કસોટીઓના આધારે તેને રિફૉર્મ તરીકે ઓળખવામાં આવશે. આમ, ગુજરાતમાં ‘રિફૉર્મ ઉત્સવ નાગરિક અને સરકાર વચ્ચેના સંવાદને નવી દિશા આપનાર અભિયાન બનશે.