સંસ્કારભારતી પંચમહાલ જિલ્લા સમિતિના ઉપક્રમે ગોધરા અને સમગ્ર જિલ્લાના કલાપ્રેમીઓ માટે આગામી ઓગસ્ટ માસમાં એક દિવસીય ભૂ-અલંકરણ એટલે કે રંગોળીના તાલીમ વર્ગનું આયોજન ગોધરાનગર ખાતે કરવામાં આવનાર છે. આ કાર્યશાળાનો મુખ્ય હેતુ સ્થાનિક કલાકારો અને રંગોળીના શોખીનોને પોતાની કલા નિખારવા માટે યોગ્ય મંચ પૂરો પાડવાનો છે.
આ એક દિવસીય વિશેષ તાલીમ વર્ગમાં અમદાવાદથી ખાસ આમંત્રિત રંગોળીના તજજ્ઞ કલાગુરુઓ ઉપસ્થિત રહેશે. તેઓ તાલીમાર્થીઓને રંગોળી કલાની વિવિધ શૈલીઓ, નવીન પદ્ધતિઓ અને તેની બારીકાઈઓ વિશે વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડશે. ગોધરા અને આસપાસના વિસ્તારોના કલાપ્રેમીઓ માટે તજજ્ઞો પાસેથી સીધું માર્ગદર્શન મેળવવાની આ એક ઉત્તમ તક છે.
આ તાલીમ વર્ગમાં ભાગ લેવા ઈચ્છતા સ્પર્ધકોએ પોતાનું રજિસ્ટ્રેશન કરાવવું આવશ્યક છે. આ કાર્યશાળા અંગેની વધુ માહિતી મેળવવા તેમજ રજિસ્ટ્રેશન કરાવવા માટે આયોજકો દ્વારા સંપર્ક નંબર જાહેર કરવામાં આવ્યા છે. રસ ધરાવતા કલાપ્રેમીઓ કુમાર જૈમિનિ શાસ્ત્રીનો મો. 94285 50543 પર, વૈદેહી દાણીનો મો. 8511114456 પર અથવા અનિતા બારિયાનો મો. 8469759685 પર સંપર્ક કરીને પોતાની નોંધણી કરાવી શકે છે.