ગાંધીનગર / રોડ પર અચાનક ટ્રેલર નીચે કૂદી યુવકે જીવન ટૂંકાવી દીધું

પાટનગર ગાંધીનગર જિલ્લામાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. દહેગામ-અમદાવાદ રોડ પર એક યુવકે ટ્રક નીચે પડતું મૂકીને જીવન ટૂંકાવ્યું હોવાની ઘટના સામે આવી છે. સમગ્ર ઘટના નજીકના ઝ્રઝ્ર્‌ફ કેમેરામાં કેદ થઈ હોવાનું જાણવા મળ્યું છે.

મળતી માહિતી મુજબ, દહેગામ-અમદાવાદ રોડ પર યુવક રસ્તા પરથી પસાર થઈ રહ્યો હતો. આ દરમિયાન તેણે અચાનક ટ્રક નીચે પડતું મૂક્યું હતું. ઘટનાના પગલે આસપાસના લોકોમાં ચકચાર મચી ગઈ હતી.ઘટનાની જાણ થતાં પોલીસ ટીમ સ્થળ પર પહોંચી હતી અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી છે.

યુવકે કયા કારણોસર આ અંતિમ પગલું ભર્યું તે અંગે હજુ સ્પષ્ટતા થઈ નથી. પોલીસ દ્વારા પરિવારજનો અને સંબંધિત લોકોની પૂછપરછ સહિત વિવિધ પાસાંઓની તપાસ કરવામાં આવી રહી છે. આ ઘટનાને પગલે દહેગામ વિસ્તારમાં પણ ચકચાર મચી છે. પોલીસની તપાસ પૂર્ણ થયા બાદ ઘટનાનું ચોક્કસ કારણ સામે આવી શકે છે.