
પશ્ર્ચિમ રેલ્વેના રતલામ મંડળના અંતર્ગત નિર્માણધિન ઈન્દોૈર-દાહોદ નવી રેલવે યોજના પ્રોજેકટ પર કાર્ય તિવ્ર ગતિથી પ્રગતિ પર છે. પ્રોજેકટની અંતર્ગત રેલ્વે સંચાલનની સુરક્ષા અને ખાતરી કરવા માટે સિગ્નલીંગ કાર્ય ૯૫ ટકાથી વધુ પુર્ણ થયુ છે. બાકીના કાર્યો પણ નિર્ધારિત સમય સીમા અનુસાર ઝડપથી પુર્ણ થઈ રહ્યા છે.
ઈન્દોૈર-દાહોદ નવી લાઈન પીથમપુર ટનલ, પીથમપુર-સાગોર, ગુણાવત તથા ગુણાવત ધારમાં સિગ્નલીંગ સિસ્ટમની સ્થાપના કરવાનુ કામ અંતિમ ચરણમાં છે. આ યોજના અંતર્ગત તમામ સ્ટેશનો પર ઈન્ટરનેટ ઈન્ટરલોકિંગ સિસ્ટમ ઈન્સ્ટોલ થઈ રહી છે. દરેક રેલ વિભાગમાં સિગ્નલીંગ સિસ્ટમની સ્થાપના પછી વિવિધ તબકકામાં વિસ્તૃત તકનીકી નિરીક્ષણ કરાય છે. સંકેત અને દુરસંચાર વિભાગ (નિર્માણ)નેટીથી ધાર કે મધ્ય સિગ્નલીંગ સિસ્ટમનુ કાર્ય ૯૫ ટકાથી વધુ પુર્ણ થયુ છે. અને બાકીનો કાર્યો પણ ઝડપથી પુર્ણ કરવાની પ્રક્રિયા ચાલુ છે. આ લક્ષ્યાંક પ્રાપ્ત કરવા માટે રેલ્વેના ઉચ્ચ અધિકારી અને પર્યવેક્ષક નિયમિત પે કાર્ય કે છે. તેની સમીક્ષા કરાય છે. ઈન્દોૈર-દાહોદ નવી રેલ્વે લાઈન ૫્રોજેકટ પુર્ણ થયા બાદ મધ્યપ્રદેશ અને ગુજરાત વચ્ચેના રેલ્વે સંપર્ક વધુ સુદ્રઢ બનશે. આ પ્રોજેકટ સામાજિક ક્ષેત્રના ઓૈૈદ્યોગિક, વ્યાપાર અને વિકાસને નવી ગતિ પ્રદાન કરવાની સાથે સાથે પશ્ર્ચિમ રેલ્વેનુ આધુનિક અને સુરક્ષિત રેલ અવસંરચના વિકસાવવાની દિશામાં એક મહત્વપુર્ણ ઉપલ્બ્ધિ સિદ્ધ થશે.