દે.બારીઆની આર્યુવેદિક હોસ્પિટલમાં પ્રવેશદ્વાર પર ઉભરાતી ગટરને લઈ દર્દીઓ અને રાહદારીઓ પરેશાન

દે.બારીઆની આર્યુવેદિક હોસ્પિટલમાં જવાના મુખ્ય પ્રવેશદ્રાર પર જ ગટરના ગંદા ૫ાણીની લાઈન પસાર થતાં દર્દીઓ તેમજ રાહદારીઓ પરેશાન થઈ રહ્યા છે.

દે.બારીઆ શહેરમાં દર્દીઓને મફત દવા-સારવાર મળી રહે તે માટે સરકા તરફથી સરકારી આર્યુવેદિક હોસ્પિટલ છોટાઉદેપુર રોડ ઉપર શ‚ કરવામાં આવેલ છે. જે હોસ્પિટલમાં ગામડાના ગરીબ દર્દીઓ સારવાર માટે આવતા હોય છે. સ્ટેટ હાઈવે નજીકમાં આવેલી આ હોસ્પિટલ અને નજીકમાં બીઆરસી ભવન પણ છે. જયાં હાલમાં શિક્ષકોનો તાલીમ વર્ગ ચાલુ હોય તેમાં શિક્ષકો તાલીમ માટે આવે છે. ત્યારે આર્યુવેદિક હોસ્પિટલના મુખ્ય દરવાજા પાસેથી ગટર લાઈન પસા થાય છે. જે ગટરમાં ગંદુ પાણી આવતુ હોય છે. લગભગ છેલ્લા વીસેક દિવસથી આ જગ્યાએ ગટરના પાણીનો નિકાલ નહિ થતાં સમગ્ર વિસ્તારમાં દુર્ગંધ ફેલાય છે. જેને કારણે હોસ્પિટલમાં આવનાર દર્દીઓ તેમજ તેમના સંબંધિઓને ગટરનુ દુષિત પાણી અને કિચડના કારણે કપડા બગડવાના બનાવો પણ બને છે. જયારે બીઆરસી ભવનમાં તાલીમ માટે જતાં શિક્ષકોની પણ હાલત કફોડી બની છે. ત્યારે પાલિકા દ્વારા વહેલી તકે અ ગટરલાઈનની સાફ સફાઈ કરવા માંગ ઉઠી છે.