દે.બારીયાના દુધિયા-લવરીયા વચ્ચે નવા બ્રિજનું ખાતમુહૂર્ત કરાયું

દાહોદ જીલ્લાના દેવગઢબારિયા વિધાનસભા મતવિસ્તાર (૧૩૪)માં દેવગઢબારિયાથી પંચમહાલને જોડતા માર્ગ પર બામરોલી, દુધિયા અને લવરીયા વચ્ચે નવા બ્રિજનું ખાતમુહૂર્ત થયું છે. બ્રિજ રૂ.૧૮.૦૫ કરોડના ખર્ચે બનશે.

દુધિયા-લવરીયા નદી પરનો જૂનો બ્રિજ તૂટી ગયો હોવાથી લોકોની સુવિધા માટે નવો બ્રિજ મંજૂર કરાયો છે. દેવગઢબારિયાના ધારાસભ્ય બચુભાઈ ખાબડના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. પ્રોજેક્ટનું કામ શરૂ કરી દેવાયું છે. આગામી ૧૦ મહિનામાં બાંધકામ પૂરૂ કરીને બ્રિજ લોકો માટે ખુલ્લો મૂકવાનું આયોજન છે.

ખાતમુહૂર્ત પ્રસંગે સાંસદ જશવંતસિંહ ભાભોર, કાલોલના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ, જીલ્લા પંચાયતના સભ્યો, તાલુકા પંચાયતના પ્રમુખ, સરપંચો, સ્થાનિક અગ્રણીઓ અને કાર્યકરો હાજર રહ્યા હતા.