મહિસાગર ‘નલ સે જલ’ કૌભાંડમાં વધુ ચાર આરોપીને સીઆઈડી ક્રાઈમે ઝડપ્યા

મહીસાગર જીલ્લામાં નલ સે જલ યોજનામાં કરોડો ‚પિયાના કથિત કૌભાંડ સંદર્ભે સીઆઈડી ક્રાઈમે વધુ ૪ આરોપીઓની ધરપકડ કરી છે. આ કાર્યવાહી સાથે જ કેસમાં કુલ પકડાયેલા આરોપીઓની સંખ્યા વધીને ૭૫ થઈ છે.

ધરપકડ કરાયેલા આરોપીઓ અને વસૂલાત તપાસમાં પકડાયેલા મહાવીરસિંહ સોલંકી પાસેથી ૨૦ ગામોના કામ પેટે રૂ.૪.૨૫ કરોડ, પંકજ પટેલ પાસેથી ૫ ગામોના રૂ.૮૫ લાખ, ઇન્દ્રપાલસિંહ ગોહિલ પાસેથી ૬ ગામોના રૂ.૩૯ લાખ અને સુરપાલસિંહ સોલંકી પાસેથી ૧૩ ગામોના કામ સંબંધિત રૂ.૧.૮૩ કરોડ મળી કુલ રૂ.૭.૩૨ કરોડની વસૂલાત બાકી છે.

દસ્તાવેજોની ચકાસણી અને નાણાકીય સ્થિતિ ચારેય આરોપીઓ પાસેથી બાકી નીકળતી રકમની કાયદેસર સ્થિતિ અને અંતિમ જવાબદારી આગળની તપાસ તેમજ દસ્તાવેજોની ચકાસણી બાદ સ્પષ્ટ થશે. અગાઉ નોંધાયેલી ફરિયાદના આધારે સીઆઈડી ક્રાઈમ દ્વારા હાલ સમગ્ર કૌભાંડ અંગે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

વાસ્મો યુનિટ અને અન્યની ભૂમિકા આ કેસમાં તત્કાલીન વાસ્મો યુનિટ મેનેજર સહિતના કર્મચારીઓ સામે ફરિયાદ નોંધાઈ હતી. તપાસ દરમિયાન કચેરીના તત્કાલીન કર્મચારીઓ, આઉટસોર્સિંગ કર્મચારીઓ, કોન્ટ્રાક્ટરો અને સરપંચોની કથિત ભૂમિકા સામે આવતા અગાઉ પણ અનેક લોકોની ધરપકડ કરવામાં આવી ચૂકી છે.

સીઆઈડી ક્રાઈમ દ્વારા વધુ તપાસ ચાલુ સીઆઈડી ક્રાઈમ હાલ પકડાયેલા આરોપીઓની પૂછપરછ અને સરકારી દસ્તાવેજોની ચકાસણી કરી રહી છે. આ કથિત ગેરરીતિમાં અન્ય લોકોની ભૂમિકા તેમજ શંકાસ્પદ નાણાકીય વ્યવહારો અંગે આગામી દિવસોમાં વધુ વિગતો સામે આવવાની શક્યતા છે.