અમદાવાદના વિકાસ માટે એએમસીએ સરકાર પાસે માગ્યા રૂપિયા ૩૬૩૬ કરોડ, રોડથી સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ સુધી કામોની દરખાસ્ત

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને શહેરના વિકાસ માટે રૂ.૩૬૩૬ કરોડની ગ્રાન્ટ માટે રાજ્ય સરકાર સમક્ષ દરખાસ્ત મોકલી છે. મુખ્યમંત્રી સ્વર્ણિમ યોજના હેઠળ નવા રોડ, રોડ રિપેિંરગ, બ્રિજ, હોસ્પિટલ, શાળા, સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ, સ્વિિંમગ પૂલ અને લાઇબ્રેરી સહિત વિવિધ વિકાસકાર્યો હાથ ધરવાની યોજના છે.

મુખ્યમંત્રી શહેરી સડક યોજના હેઠળ રૂ.૩૧૫ કરોડની ગ્રાન્ટ સામે એએમસીએ રૂ.૪૭૨ કરોડના રોડવર્કની દૃરખાસ્ત કરી છે. લાંભા વિસ્તારમાં વ્હાઇટ ટોિંપગ રોડ ઉપરાંત ખાડિયા અને રિલીફ રોડના રસ્તાઓનું મિિંલગ કરીને રિસરફેિંસગ કરવાની યોજના છે. બોપલ, વેજલપુર, નારણપુરા, થલતેજ અને ચાંદખેડા સહિતના વિસ્તારોમાં નવા તથા વ્હાઇટ ટોિંપગ રોડ બનાવવાની દરખાસ્ત કરવામાં આવી છે. શિવરંજનીથી ઇસ્કોન અને અન્ય મુખ્ય માર્ગોના વિકાસનો પણ સમાવેશ થાય છે.

શહેરની માળખાકીય સુવિધાઓ માટે રૂ૨૫૩૫ કરોડની દૃરખાસ્ત કરવામાં આવી છે. આ ઉપરાંત મેડિકલ સાધનો અને દૃવાઓ માટે ‚.૧૬૧ કરોડથી વધુની જોગવાઈ માગવામાં આવી છે. એલજી અને શારદૃાબેન હોસ્પિટલમાં ફર્નિચર સહિતની સુવિધાઓ વિકસાવવાની યોજના છે. બ્રિજ પ્રોજેક્ટ માટે રૂ.૧૦૬ કરોડથી વધુની દરખાસ્ત કરવામાં આવી છે.

પાણીની સમસ્યાના ઉકેલ માટે રૂ૭૫૨ કરોડની દરખાસ્ત કરવામાં આવી છે. વિવિધ વિસ્તારોમાં નવા એસટીપી તળાવોના ઇન્ટરિંલિંકગ અને ડ્રેનેજની સમસ્યાના ઉકેલ માટે પણ કામો સૂચવાયા છે. શાળાઓ માટે રૂ ૧૧૩ કરોડ, જ્યારે ટ્રાફિક વ્યવસ્થા માટેરૂ.૩૪ કરોડની દરખાસ્ત છે. મીની સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ, અર્બન હેલ્થ સેન્ટર, ફાયર સ્ટેશન, વેજીટેબલ માર્કેટ, પાર્ટી પ્લોટ, સ્મશાન અને સિવિક સેન્ટર સહિતની સુવિધાઓ વિકસાવવાની પણ યોજના છે.