ગોધરા તાલુકાના ચંચોપા ગામે 20 વર્ષીય યુવકનો પગ લપસી કુવામાં પડતા ડુબી જતા મોત

ગોધરા તાલુકાના ચંચોપા તળાવ ફળીયામાં રહેતા 20 વર્ષીય યુવક ધરની પાછળ આવેલ પાણી ભરેલ કુવામાં મુકેલ મોટર ચાલુ-બંધ કરવા મુકેલ હતો. મોટર ચાલુ બંધ કરવા જતા કોઈ કારણોસર પગ લપસીને પાણી ભરેલ કુવામાં પડતા ડુબી જવાથી મોત નિપજાવા પામ્યું છે.

ગોધરા તાલુકાના ચંચોપા તળાવ ફળીયામાં રહેતા જયંતિભાઇ પટેલના ધર પાછળ પાણી ભરેલ કુવા હોય અને કુવામાં મુકેલ મોટર ચાલુ બંધ કરવા માટે પોતાના 20 વર્ષીય પુત્ર વિપુલકુમાર મુકેલ હતો. દરમિયાન વિપુલ મોટર ચાલુ બંધ કરતી વખતે કોઈ કારણોસર પગ લપસીને પાણી ભરેલ કુવામાં પડી ગયેલ હોય અને કુવાના પાણીમાં ડુબી જવાથી મોત નિપજાવા પામ્યું હતું. આ બાબતે ગોધરા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.