ગોધરા સિવિલ હોસ્પિટલ સામે બહારપુરામાં ખુલ્લી જગ્યામાં આર્થિક લાભ માટે પાના-પત્તાનો જુગાર રમી અને રમાડતા હોય તે સ્થળે પોલીસે રેઇડ કરી હતી. રેઈડ દરમિયાન 6 જુગારીયાઓને ઝડપી પાડી રૂા.1890/-નો મુદ્દામાલ કબ્જે લેવામાં આવ્યો.
ગોધરા સિવિલ હોસ્પિટલ સામે બહારપુરામાં ખુલ્લી જગ્યામાં ચમનભાઇ મુલચંદભાઇ કલવાણી પોતાના આર્થિક ફાયદા માટે જાહેરમાં પાના-પત્તાનો જુગાર રમી તે રમાડે છે. તેવી બાતમીના આધારે એ ડીવીઝન પોલીસે રેઈડ કરી હતી. રેઈડ દરમિયાન ચમનભાઇ કલવાણી, ઈમરાન યામીન ડગુ, અબ્દુલ રહીમ યામીન સાઈ, અબ્દુલ રહીમ ચરખા, ઈશ્હાક અબ્દુલ રઝાક સદામસ, ફિરદોશ મહમદ પઠાણને ઝડપી પાડવામાં આવ્યા હતા. ઝડપાયેલા જુગારીયાઓની અંગઝડતી અને દાવ ઉપર મુકેલ રૂા.12,890/-ના મુદ્દામાલ કબ્ઝે લેવામાં આવ્યો. આ બાબતે એ ડીવીઝન પોલીસ મથકે જુગારધારા હેઠળ ફરિયાદ નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.