દાહોદ શહેરના ઝાલોદ રોડ પર આવેલા છાપરી ગામની શિવકવોરી વર્કસના પ્લાન્ટમાં રાત્રિના સમયે આગ લાગવાની ધટના સામે આવી હતી. પ્લાન્ટમાં એલઓડી ભરેલા ક્ધટેનરની આસપાસ આગ લાગતા સ્થળ પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગની જાણ થતાં જ ફાયર ફાઈટરો ધટના સ્થળે દોડી આવી પાણી મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. આ ધટનામાં અંદાજે રૂ.૨૦ હજારનુ નુકસાન થયુ હોવાનુ જાણવા મળ્યુ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ તાલુકાના છાપરી ગામે ઝાલોદ રોડ પર આવેલી શિવકવોરી વર્કસના પ્લાન્ટમાં અગમ્ય કારણોસર રાત્રિના સમયે આગ લાગી હતી. પ્લાન્ટમાં એલઓડી ભરેલા ક્ધટેનરની આજુબાજુ આગ ફાટી નીકળતા આગ વધુ પ્રસરે નહિ તે માટે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી હતી. ધટનાની જાણ થતાં ફાયર ફાઈટરો આગ બુઝાવવા દોડી આવ્યા હતા. અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. પ્રાથમિક અંદાજ મુજબ આ ધટનામાં આશરે રૂ.૨૦ હજારનુ નુકસાન થયુ છે. જોકે આગ લાગવાનુ ચોકકસ કારણ હાલ જાણી શકાયુ નથી.