બાલાસિનોરની નિર્મલ ઈન્ટરનેશનલ સ્કૂલમાં ૮૦માં સ્વાતંત્ર્ય પર્વની હર્ષોલ્લાસભેર ઉજવણી

બાલાસિનોર નગરમાં આવેલ નિર્મલ ઈન્ટરનેશનલ ઇંગ્લીશ એન્ડ ગુજરાતી મીડિયમ સ્કૂલ ખાતે ૮૦માં સ્વાતંત્ર્ય દિવસની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. કૃણાલ ભાવસારના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શ‚આત ધ્વજવંદન, રાષ્ટ્રગાન અને વિધાર્થીઓની શિસ્તબદ્ધ પરેડ સાથે કરવામાં આવી હતી. આ મંગળ પ્રસંગે વિધાર્થીઓ, શિક્ષકગણ તેમજ ટ્રસ્ટી સમીરાબેન બાબી દ્વારા રાષ્ટ્રધ્વજને સલામી આપવામાં આવી હતી અને રાષ્ટ્રગીતનું ગાન કરાયું હતું. વિધાર્થીઓ દ્વારા દેશભક્તિ ગીતો પર ડાન્સ અને વિવિધ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. તેમજ વિધાર્થીઓ દ્વારા વિવિધ ચાર્ટ અને પ્રોજેક્ટ પણ રજૂ કરવામાં આવ્યા હતા. ” ઓપરેશન સિંદૂર પર આધારિત કૃતિ ખાસ આકર્ષણનું કેન્દ્ર બની હતી. જેમાં ભારતીય સેનાના શૌર્ય અને દેશપ્રેમને સુંદર રીતે રજૂ કરવામાં આવ્યા હતા. મુખ્ય મહેમાને વિધાર્થીઓની રજૂઆતોને બિરદાવી અને રાષ્ટ્રપ્રેમ તથા દેશ પ્રત્યેની જવાબદારીનું મહત્વ સમજાવ્યું હતું.