ગોધરા, ગોધરા તાલુકાના પોપટપુરા કાકરી ખાન ફળીયા ગામે ફાર્મ હાઉસ માંથી કોઈ ચોર ઈસમ દ્વારા સીસી ટીવી કેમેરા, ખાટલો, સેન્ટીંગ પ્લેટો મળી 13,100/-રૂપીયાની ચોરી કરી જતાં ફરિયાદ નોંધાઈ.
પ્રાપ્ત વિગતો મુજબ ગોધરા તાલુકા પોપટપુરા કાકરીખાન ફળીયા ગામે મકસુદ અહેમદ અબ્દુલ રહિમ મીઠાભાઈના ફાર્મ હાઉસમાં કોઈ અજાણ્યા ચોર ઈસમ પ્રવેશ કર્યો હતો અને ફાર્મ હાઉસ્ માંથી સીસી ટીવી કેમેરા-2, બ્રોડ બેન્ડ, લોખંડના ખાટલો, સેન્ટીંગ પ્લેટ, પાલખ મળી 13,100/-રૂપીયાના મુદ્દામાલની ચોરી કરી જતાં આ બાબતે ગોધરા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોેંધાવા પામી છે.