
ભારતીય જનતા પાર્ટીએ મોટા સંગઠનાત્મક ફેરફારો કર્યા છે. ભાજપે રાષ્ટ્રીય રાજધાની દિલ્હી સહિત ચાર રાજ્યોમાં પ્રદેશ પ્રમુખોને બદલી નાખ્યા છે. હર્ષ મલ્હોત્રાને દિલ્હી પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેઓ વર્તમાન પ્રમુખ વીરેન્દ્ર સચદેવનું સ્થાન લેશે.
હર્ષ મલ્હોત્રા ૨૦૨૪ની લોકસભા ચૂંટણીમાં પહેલીવાર સંસદમાં ચૂંટાયા હતા. તેઓ પૂર્વ દિલ્હીનું પ્રતિનિધિત્વ કરે છે. પાર્ટીએ ગૌતમ ગંભીરની જગ્યાએ હર્ષ મલ્હોત્રાને મેદાનમાં ઉતાર્યા હતા. મલ્હોત્રા કેન્દ્રીય મંત્રીમંડળના સભ્ય પણ છે અને માર્ગ પરિવહન મંત્રાલયમાં રાજ્યમંત્રીનું પદ ધરાવે છે. અગાઉ, મલ્હોત્રા દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનના મહાસચિવ તરીકે સેવા આપી ચૂક્યા છે. તેમણે ૨૦૧૫ થી ૨૦૧૬ દરમિયાન દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર તરીકે પણ સેવા આપી હતી. ૨૦૧૨ માં, તેમણે પૂર્વ દિલ્હીના વેલકમ કોલોનીમાંથી મ્યુનિસિપલ કાઉન્સિલરની ચૂંટણી પણ જીતી હતી.
ત્રિપુરા ભાજપનું નેતૃત્વ અભિષેક દેબરોયને સોંપવામાં આવ્યું છે
ત્રિપુરા ભાજપનું નેતૃત્વ અભિષેક દેબરોયને સોંપવામાં આવ્યું છે. પાર્ટીએ એક યુવાન ચહેરા પર દાવ લગાવ્યો છે. અભિષેક દેબરોય હાલમાં ધારાસભ્ય છે અને હવે તેમને પાર્ટી દ્વારા એક મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી છે.
બર્નાના ભૂતપૂર્વ ધારાસભ્ય અને અગ્રણી જાટ શીખ નેતા કેવલ સિંહ ધિલ્લોનને પંજાબ ભાજપના નવા પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. કોંગ્રેસ છોડીને ભાજપમાં જાડાયેલા ધિલ્લોનને સુનીલ જાખરની જગ્યાએ રાજ્યમાં પાર્ટીને મજબૂત કરવાની જવાબદારી સોંપવામાં આવી છે.
પાણીપતના જાણીતા ડાક્ટર અને સક્રિય નેતા ડા. અર્ચના ગુપ્તાને હરિયાણા ભાજપના નવા વડા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેમણે અગાઉ ભાજપ મહિલા મોરચાના પ્રમુખ, રાજ્ય મહાસચિવ અને વિશ્વ હિન્દુ પરિષદમાં મહત્વપૂર્ણ પદો સંભાળ્યા હતા.