દે.બારીઆ સબજેલમાંથી ત્રણ દિવસ અગાઉ નાસી છુટેલ પોકસોના આરોપીને ધરેથી ઝડપ્યો

દે.બારીઆ સબજેલની દિવાલ કુદીને ત્રણ દિવસ અગાઉ ફરાર થયેલા પોકસો કેસના આરોપીને પોલીસને અલગ અલગ ટીમોએ તપાસના અંતે તેના ધરેથી ઝડપી પાડી પુન: જેલ ભેગો કર્યો હતો. આ ધટનામાં પોકસોના આરોપી સામે વધુ એક ગુનો નોંધાવવા પામ્યો છે.

દે.બારીઆ સબજેલમાં વર્ષ-૨૦૨૫માં લીમખેડા તાલુકાના ગામનો રહેવાસી મનોજ ભરતભાઈ કટારા પોકસો અંતર્ગત કેસમાં દે.બારીઆ સબજેલમાં કાચા કામના કેદી તરીકે મુકવામાં આવ્યો હતો. આ કેદીએ ત્રણ દિવસ અગાઉ દે.બારીઆ સબજેલમાં સુરક્ષા વ્યવસ્થાને ચકમો આપી ફરાર થયો હતો. આ ધટનાએ સમગ્ર પોલીસ તંત્રમાં ચકચાર મચાવી દીધીહતી. જે બાદ ફરાર આરોપીને ઝડપવા માટે લીમખેડા, દે.બારીઆ પોલીસ તેમજ એસઓજી અને એલસીબીની ટીમો દ્વારા સંયુકત રીતે તપાસ હાથ ધરી શોધખોળ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન આરોપી પોતાના ધરે ખાતે છુપાયેલો હોવાની માહિતી મળતા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી તેને તેના ધરેથી ઝડપી પાડ્યો હતો. બાદમાં તેને ફરી સબજેલમાં ધકેલી દેવામાં આવ્યો હતો.