નસવાડીના કુકાવટી ગામે અશ્વિન નદી પર નવા બ્રિજની કામગીરી ધીમી ગતિએ ચાલતા લોકોમાં રોષ

નસવાડી તાલુકાના કુકાવટી ગામે અશ્ર્વિન નદી ઉપર ૬ કરોડથી વધુના ખર્ચે નવા બ્રિજ બનાવવા માટેની કામગીરી ધીમી ગતિએ ચાલી રહી છે. જયારે આર.એમ.સી.પ્લાન્ટ કોન્ટ્રાકટરે ન નાંખ્તા હાલ તો અધિકારીઓએ બ્રિજના ક્રોંકિટની કામગીરી અટકાવી દીધી છે.

નસવાડી તાલુકાના કુકાવટીથી વાધીયા, સિંધીકુવા તેમજ અન્ય ૩ જેટલા ગામોને જોડતો રસ્તો છે. જયારે નદીના સામેના કિનારે ખેડુતોના ખેતરો પણ આવેલા છે. આ રસ્તા ઉપર અશ્ર્વિન નદી ઉપર લો-લેવલના કોઝ-વેને તોડીને નવો પુલ બનાવવા માટેની ત્રણ માસથી કામગીરી વડોદરાની નિયતી ક્ધસ્ટ્રકશન એજન્સીને આપી છે. આ પુલ બનાવવા માટે બે પિલ્લર ખોદીને તૈયાર કરાયા છે. પરંતુ પાંચ કરોડથી વધારેનુ ટેન્ડર હોવાથી તેમાં આર.એમ.સી.પ્લાન્ટથી ક્રોંકિટ બનાવીને વાપરવાનુહોય છે. પરંતુ કોન્ટ્રાકટરે આર.એમ.સી.પ્લાન્ટ ન નાંખતા અધિકારીઓએ પ્લાન્ટ નાંખવા માટે કડક સુચના આપી છે. જયારે વર્ક ઓર્ડર લીધા પછી ઝડપણી કામગીરી કરવાની કોન્ટ્રાકટર દ્વારા ખાતરી આપીહતી. પરંતુ ત્રણ માસ વિતી જવા છતાંય એક પણ તગાળુ ક્રોંકિટનો માલનુ નાંખવામાં આવ્યુ નથી.હવે આવનાર ચોમાસામાં પણ ૫ાંચ જેટલા ગામોને કઠીનાઈ ભોગવવી પડશે.