બોેડેલીના ડોરમાર ગામ પાસે કાર અને બાઈક વચ્ચે અકસ્માત : બાઈક ચાલકનુ મોત

બોડેલી-ડભોઈ રોડ પર બોડેલીના ડોરમાર ગામ પાસે કાર અને બાઈક વચ્ચે અકસ્માત થતાં અજાણ્યા બાઈક ચાલકનુ ધટના સ્થળે મોત નીપજયું હતુ. બોડેલી પોલીસે ધટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી.

બોડેલી-ડભોઈ રોડ પર બોેડેલી તાલુકાના ડોરમાર અને કુંડી ગામ વચ્ચે ડભોઈ તરફથી બોડેલી આવતી એક કાર અને બોડેલી-ડભોઈ તરફ જતો બાઈક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈક ચાલકને ગંભીર ઈજાઓ પહોંચતા ધટના સ્થળે મોત નીપજયું હતુ. બોડેલી પોલીસ ધટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. મૃત બાઈક ચાલક પાસે કોઈ જ ઓળખ પત્ર નહિ મળતા અને બાઈક નંબર પ્લેટ ન હોવાથી મૃત બાઈક ચાલકની હાલ ઓળખ છતી થઈ નથી.