ઝાલોદના કચલધરા ખાતે જીઆઈડીસી જમીનના સર્વેનો વિરોધ : પોલીસનો લાઠીચાર્જ

કચલધરા ગામે જીઆઈડીસી માટે હાથ ધરાયેલી જમીન સર્વેની કામગીરી દરમિયાન ખેડુતો અને ગ્રામજનોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો.સ્થિતિ વણસતા પોલીસે હસ્તક્ષેપ કરી લાઠીચાર્જ કર્યો હતો.

લીમડી તાલુકાના કચલધરા ગામે જીઆઈડીસી માટે હાથ ધરાયેલ જમીન માપણી સર્વેની કામગીરીમાં ભારે વિરોધ વચ્ચે પુર્ણ કરવાનો પ્રયાસ થયો હતો. છેલ્લા ધણા સમયથી જમીન સંપાદનનો વિરોધ કરી રહેલા ખેડુતો અને ગ્રામજનો વહીવટી તંત્રની હાજરીમાં સર્વે શ‚ થતાં મોટી સંખ્યામાં ધટના સ્થળે પહોંચ્યા હતા. પોલીસ બંદોબસ્ત વચ્ચે શ‚ કરાયેલી કાર્યવાહી દરમિયાન ગ્રામજનોએ સુત્રોચ્ચાર કરી સર્વે બંધ કરવાની માંગ ઉઠાવી હતી. ખેડુતોનુ કહેવુ છે કે, તેમની ખેતીની જમીન જ તેમની આજીવિકાનો મુખ્ય આધાર હોવાથી તેઓ જમીન ગુમાવવા તૈયાર નથી. વિરોધ ઉગ્ર બનતા સ્થળ પર તંગદિલી સર્જાઈ હતી. અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ બગડત પોલીસે પરિસ્થિતિ કાબુમાં લેવા હસ્તક્ષેપ કર્યો હતો. આ દરમિયાન પોલીસ દ્વારા લાઠીચાર્જ કરવામાં આવ્યો હોવાનુ સામે આવ્યુ છે. જેના કારણે સ્થળ પર નાસભાગ મચી જવા પામી હતી. ધટનાના વીડિયો સોશિલય મીડિયા પર વાયરલ થતાં ચર્ચાનુ કેન્દ્ર બન્યુ હતુ. હાલ પોલીસ બંદોબસ્ત ગોઠવાઈ ચુકયો છે. જોકે ખેડુતોના વિરોધ અને તંત્રના વલણને લઈ આગામી દિવસોમાં આ મુદ્દો વધુ ઉગ્ર બને તેવી સંભાવના વ્યકત થઈ રહી છે.