ઝાલોદ દશાનીમા વણીક સમાજની વાર્ષિક સામાન્ય સભા હર્ષોલ્લાસ સાથે યોજાઈ

વર્ષ ૨૦૨૫-૨૬ના હિસાબો સર્વાનુમતે મંજૂર વર્ષ ૨૦૨૬-૨૭ માટે નવી કારોબારીની સર્વસંમતિથી વરણી સમાજના વિકાસ, એકતા અને સેવાભાવ માટે આહ્વાન.

તા. ૨૬-૦૭-૨૦૨૬ના રોજ ઝાલોદ દશાનીમા વણીક સમાજની વાર્ષિક સામાન્ય સભા હર્ષ અને ઉલ્લાસભર્યા વાતાવરણમાં યોજાઈ હતી. સભાની શ‚આત પ્રમુખ ડો. હેમંતભાઈ શાહ દ્વારા સમાજના તેમજ ઝાલોદ માંથી રોજગાર અને વ્યવસાય અર્થે બહાર વસવાટ કરતા સ્વર્ગસ્થ સમાજજનો તથા દેશની રક્ષા માટે શહીદ થયેલા વીર જવાનોને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરીને અને બે મિનિટનું મૌન પાળી કરવામાં આવી હતી.

ત્યારબાદ વર્ષ ૨૦૨૫-૨૬ના પૂર્ણ થયેલા વાર્ષિક હિસાબો સભા સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા, જેને ઉપસ્થિત સભ્યોએ સર્વાનુમતે મંજૂરી આપી હતી. આ પ્રસંગે પ્રમુખ ડો. હેમંતભાઈ શાહ તથા મંત્રી ઉરેશભાઈ પરીખે સમાજને સંબોધતા જણાવ્યું હતું કે, પુષ્ટિમાર્ગીય લાલજી મંદિરના ઠાકોરજીની સુખાર્થ સેવા માટે વધુમાં વધુ સેવાભાવ જાગૃત કરવો તેમજ સમાજને શિક્ષણ, સામાજીક સેવા, સંગઠન અને વિકાસના ક્ષેત્રે સતત આગળ વધારી નવી ઊંચાઈઓ સુધી પહોંચાડવા માટે સૌએ એકતાથી કાર્ય કરવું જોઈએ. તેમના આહ્વાનને ઉપસ્થિત સભ્યોએ તાળીઓના ગડગડાટ સાથે વધાવી લીધું હતું.

સભામાં સમાજના સર્વાંગી વિકાસ, પરસ્પર સહકાર અને સંગઠનની ભાવના વધુ મજબૂત બનાવવા સૌ સભ્યોએ એકજૂથ થઈ સમાજહિતના કાર્યોમાં સક્રિય સહભાગી બનવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. અંતમાં મંત્રી ઉરેશભાઈ પરીખે કારોબારી સમિતિ તેમજ સમાજના તમામ સભ્યોનો સહયોગ બદલ આભાર વ્યક્ત કર્યો હતો અને સભા પૂર્ણ જાહેર કરવામાં આવી હતી.

વર્ષ ૨૦૨૬-૨૭ માટે નવી કારોબારીની સર્વસંમતિથી વરણી સભા બાદ કારોબારી સમિતિ દ્વારા વર્ષ ૨૦૨૬-૨૭ માટે નીચે મુજબ હોદ્દેદારોની સર્વસંમતિથી નિમણૂક કરવામાં આવી હતી: પ્રમુખ: ડો. હેમંતભાઈ શાહ,ઉપપ્રમુખ: રાકેશભાઈ દેસાઈ,મંત્રી: ઉરેશભાઈ પરીખ,સહમંત્રી: પીનલભાઈ દેસાઈ,અધિકારી: આરતીબેન કોઠારી,અધિકારી: અતુલભાઈ દેસાઈ નવનિયુક્ત કારોબારીને સમાજના સભ્યોએ શુભેચ્છાઓ પાઠવી હતી અને આગામી વર્ષ દરમિયાન સમાજના સર્વાંગી વિકાસ માટે વધુ સક્રિય કામગીરી કરવામાં આવશે તેવી આશા વ્યક્ત કરી હતી.