વિરપુર તાલુકામાં સરકારી ખરીદીમાં બાજરી આપનાર ૨૨૦ ખેડુતોની એક માસથી ચુકવણી નહિ થતાં ખેડુતોમાં રોષ

મહિસાગર જિલ્લાના વિરપુર તાલુકામાં સરકારની ગુજરાત સ્ટેટ સિવિલ સપ્લાયઝ કોર્પોરેશન રાજય સરકારની ટેકાના ભાવે અનાજ ખરીદી વ્યવસ્થા હેઠળ બાજરીનુ વેચાણ કરનાર ખેડુતોને હજુ સુધી પાકની રકમ ન મળતા ખેડુતોમાં ભારે રોષ ફેલાયો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર વિરપુર તાલુકાના અંદાજિત ૨૨૦ ખેડુતો દ્વારા સરકારના ટેકાના ભાવે બાજરીનુ વેચાણ કરવામાં આવ્યુ હતુ. બાજરીની ખરીદી પુર્ણ થયાને અંદાજે એક માસ જેટલો સમય વિતી ગયો હોવા છતાં આજદિન સુધી ખેડુતોના બેંક ખાતામાં ખરીદીની રકમ જમાં થઈ નથી. હાલમાં વિરપુર તાલુકામાં એક તરફ ચોમાસાના વરસાદમાં લાંબો વિરામ આવતા ખેડુતો વાવણીની રાહ જોઈ રહ્યા છે. વરસાદ ખેંચાતા ખેતીના કામો અટવાઈ ગયા છે. અને બીજી તરફ બાજરી વેચાણની રકમ ન મળતા ખેડુતોની આર્થિક સ્થિતિ વધુ મુશ્કેલ બની રહી છે. વાવણી માટે બિયારણ, ખાતર, દવા અને અન્ય કૃષિ ખર્ચ માટે નાણાંની જ‚રિયાત હોવા છતાં ચુકવણીમાં વિલંબ થતાં ખેડુતો ચિંતિત બન્યા છે. ખેડુતોનુ કહેવુ છે કે, સરકાર દ્વારા સમયસર ચુકવણી કરવાની વાત કરવામાં આવે છે. પરંતુ વાસ્તવિક સ્થિતિમાં એક મહિનો વિતી જવા છતાં રકમ મળતી નથી. જેના કારણે ખેતી માટે જ‚રી વ્યવસ્થા કરવામાં મુસીબત પડી રહી છે. ખેડુતોની એવી માંગ ઉઠી રહી છે. તો બીજી તરફ સ્થાનિક ખરીદી કેન્દ્ર દ્વારા તમામ કાર્યવાહી પુર્ણ કરીને દસ્તાવેજો જિલ્લા કચેરીમાં મોકલી દેવામાં આવ્યા છે. ત્યારે તેમના ખાતામાં ‚પિયા જમાં કરવામાં વિલંબ શા માટે થઈ રહ્યો છે. વિરપુર તાલુકાના ૨૨૦ ખેડુતો હવે પોતાના મહેનતના પૈસા કયારે મળશે તેની કાગડોળે રાહ જોઈ રહ્યા છે અને જિલ્લા તંત્ર તાત્કાલિક ચુકવણી કરી તેવી માંગ ઉઠી રહી છે.