બોડેલીથી ફેરકુવછા સુધીના ફોરલેન રાષ્ટ્રિય ધોરીમાર્ગનો સર્વે હાલમાં ચાલી રહ્યો છે. પાવીજેતપુરના ફોરલેનનના સર્વે કરાતા વેપારીઓ તથા રહેણાંક વિસ્તારના નાગરિકોમાં જાતજાતના તર્કવિતર્કો વહેતા થયા છે.
આવનારા દિવસોમાં પાવીજેતપુર હાઈવે રોડ ઉપર બંને સાઈડો ઉપરની દુકાનો તથા રહેણાંક વિસ્તારને નુકસાન ન થાય તે હેતુથી પાવીજેતપુરના ડે.સરપંચ મોંટુ શાહના નૈતૃત્વ હેઠળ વેપારીઓનુ એક મંડળ સાંસદ તથા કલેકટરને રજુઆત કરવામાં આવી હતી. સાંસદ દ્વારા વેપારીઓની રજુઆત સાંભળી જણાવેલ કે, હાઈવે રોડ ઉપરના કોઈ૫ણ વેપારીઓને નુકસાન ન થાય અને બાયપાસ થાય તો કોઈ ખેડુતોને પણ નુકસાન નહિ થવા દઈએ તેવી ખાતરી આપતા વેપારીઓમાં ખુશીની લહેર પ્રસરી હતી. તેવી જ રીતે કલેકટરે પણ વેપારીઓની શાંતિથી રજુઆત સાંભળી હતી. હાઈવેના અધિકારીઓ સાથે બેઠક કરી નુકસાન ન થાય તેવો પ્રયાસ કરવામાં આવશે. આમ કલેકટર તથા સાંસદના સંતોષકારક જવાબથી વેપારીઓમાં ખુશીની લહેર જોવા મળી હતી.