વિરપુરની બારોડા ગ્રામ પંચાયતમાં વિકાસના કામો ગોકળગતિએ : બાંધકામની કામગીરીના પાંચ વર્ષ પછી પણ કામગીરી અધુરી

મહિસાગર જિલ્લાના વિરપુર તાલુકાના બારોડા ગામમા વિકાસ ગોકળગતિએ જોવા મળ્યો છે. મનરેગા હેઠળ ‚.૧૪.૨૦ લાખના ખર્ચે શ‚ થયેલ બાંધકામ પાંચ વર્ષ બાદ પણ ૫ુ‚ થયુ નથી. જેથી ગ્રામજનો અને લોકોમાં રોષની લાગણી વ્યાપી છે.

નવી ઈમારત સમયસર તૈયાર નહિ થતાં હાલમાં ગ્રામ પંચાયતની કામગીરી નાનકડી દુકાનમાં થઈ રહી છે. જગ્યા ખુબ નાની હોવાના કારણે અહિં આવતા અરજદારોને ભારે મુશ્કેલી પડી રહી છે. ગ્રામ પંચાયત ગામના વિકાસનુ મુખ્ય કેન્દ્ર ગણાય છે. ગામના વિકાસના આયોજન, સરકારી યોજનઓના અમલીકરણ, નાગરિકોની સમસ્યાઓના નિરાકરણ અને વહીવટી કામગીરી માટે પંચાયતની સુવિધાસભર ઈમારત અનિવાર્ય ગણાય છે. ત્યારે પાંચ વર્ષ બાદ પણ ઈમારત અધુરી રહેતા વિકાસના દાવાઓ સામે પ્રશ્ર્નાર્થ ઉભો થયો છે. ગ્રામજનોના જણાવ્યા અનુસાર જો ગ્રામ પંચાયતની ઓફિસ જ સમયસર બની ના શકતી હોય તો બીજા વિકાસના કામોની શુ અપેક્ષા રાખવી…? સમગ્ર કામગીરી એક નાનકડી દુકાનમાં ચાલતી હોવાથી દાખલા કઢાવવા માટે અને સહી-સિકકા માટે આવતા અરજદારોને રાહ જોઈને બહાર ઉભું રહેવુ પડે છે. હાલ ગ્રામ પંચાયતના બાંધકામની કામગીરી વહેલી તકે અને ઝડપી કરવામાં આવી તેવી માંગ ઉઠવા પામી છે.