વરધરા ત્રિવેદી મેવાડા બ્રહ્મસમાજ દ્વારા મુક્તિબેન જોષીનો સન્માન સમારોહ યોજાયો

ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના મંત્રી તરીકે પ્રદેશ સંગઠન મંત્રી મુક્તિબેન જોષીની નિમણૂક કરવામાં આવી તે બદલ આજરોજ વીરપુર તાલુકાના વરધરા મુકામે બાબુલનાથ મહાદેવ મંદિર ખાતે ત્રિવેદી મેવાડા બ્રહ્મ સમાજ દ્વારા આયોજીત ’સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો. જેમાં સમાજના વડીલો અને સ્નેહીજનોએ પ્રેમ અને આશીર્વાદ આપ્યા છે, તે બદલ મુક્તિબેન જોશીએ તેમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય રાજેશભાઈ પાઠક, જીજ્ઞેશભાઈ સેવક, મુકેશભાઈ શુક્લ, પિનાકીનભાઈ શુક્લ, જાગૃતિબેન કાકા, શરદચંદ્ર પંડ્યા, ઋષિરાજ પંડ્યા તેમજ બ્રહ્મ સમાજના અગ્રણીઓ, પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા ભાઈ-બહેનોનો આ સુંદર આયોજન અને સ્નેહ બદલ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.