મહીસાગર જીલ્લાના લુણાવાડા તાલુકાની ધોરણ :- 1 થી 8 ના શારીરિક શિક્ષણ, આનંદદાયી શનિવાર, યોગ અને આપણી રમતો વિષયના અનુસંધાને થાણાસાવલી, નપાણીયા(લાડવેલ ), ખારોલ અને કોઠંબા ક્લસ્ટરની દરેક શાળા દીઠ એક શિક્ષકની ત્રણ દિવસીય તાલીમ તારીખ :- 16/12/2025 થી તારીખ :- 18/12/2025 સુધી કોઠંબા કુમાર પ્રાથમિક શાળામાં યોજાઈ હતી. આ તાલીમમાં મુખ્ય ત્રણ તજજ્ઞઓ દ્વારા તાલીમ આપવામાં આવેલ હતી. જેમાં લુણાવાડા તાલુકાના થાણાસાવલી ક્લસ્ટરની થાણાસાવલી પગારકેન્દ્ર પ્રાથમિક શાળાના શિક્ષક અને મધવાસ ગામના વતની એવા નિરવકુમાર કનૈયાલાલ પંચાલે યોગા, શારીરિક શિક્ષણ, આનંદદાયી શનિવારની વિવિધ પ્રવૃત્તિઓ પોતાની આગવી અને અનોખી શૈલીમાં પ્રવાહી અને રસમય રીતે વિવિધ ઉદાહરણ સાથે ખૂબ જ સુંદર રીતે ગુણવત્તાસભર અને અસરકારક રીતે તાલીમ આપી હતી. આ તાલીમ વર્ગમાં નિરવકુમાર કનૈયાલાલ પંચાલે વર્ગખંડ અને વર્ગખંડની બહારની વિવિધ રમતો, શૈક્ષણિક પ્રવૃત્તિમય રમતો, કાગળ આધારિત વિવિધ ક્રાફ્ટ અને બનાવટો, વિવિધ ભજનો, રસમય બાળગીતો, અનેરા અભિનય ગીતોની રમઝટ બોલાવી હતી. શાળાના બાળકોની સર્વાંગી વિકાસ માટેની યોગ, આસન, પ્રાણાયામ અને તંદુરસ્તીને લગતી હળવી કવાયતો, બેગલેસ ડે અંતર્ગત કરી શકાય તેવી વિવિધ આનંદદાયી પ્રવૃત્તિઓની આનંદસભર સમજ આપી હતી. તજજ્ઞ ભરતભાઈ પરમાર (નપાણિયા લાડવેલ) દ્વારા દૈનિક જીવનમાં ઉપયોગી હોય તેવી આસનની વિવિધ રીતો બતાવવામાં આવી હતી. તજજ્ઞ બેન માલતીબેન બારીયા (ખારોલ) દ્વારા વર્ગખંડ અને વર્ગખંડ બહારની મુક્ત રમતો વિશે વિગતે સમજૂતી આપવામાં આવી હતી અને મુક્ત રમતો રમાડવામાં હતી.તજજ્ઞ નિરવકુમાર કનૈયાલાલ પંચાલે રાજા રાણી રમત, પિરામિડ ગોઠવણીની રમત, વિવિધ બૌદ્ધિક રમતો, એક બંસરીવાળો કાનુડો જેવા અભિનયગીતો દ્વારા તાલીમને ખૂબ જ પ્રવૃત્તિમય બનાવી દીધી હતી.