શ્રી ગોવિંદ ગુરૂ યુનિવર્સિટી અને ભારતીય વિચાર મંચના સંયુક્ત ઉપક્રમે સંશોધનમાં ભારતીય દ્રષ્ટિકોણ વિષય પર એક દિવસીય પ્રજ્ઞાસભાનું આયોજન કરાયું

શ્રી ગોવિંદ ગુરૂ યુનિવર્સિટી અને ભારતીય વિચાર મંચના સંયુક્ત ઉપક્રમે પીએચ.ડી.ના માર્ગદર્શકઓ અને પ્રવેશ મેળવનાર સંશોધાર્થીઓ માટે વિષય પસંદગી અને શોધ પ્રસ્તાવ તૈયાર કરવાના સંદર્ભમાં સંશોધનમાં ભારતીય દ્રષ્ટિકોણ વિષય પર એક દિવસીય પ્રજ્ઞાસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૯૦ પીએચ.ડી. માર્ગદર્શકઓ, ૧૭૫ શોધાર્થીઓ, સંલગ્ન કોલેજોના આચાર્યઅ એન અધ્યાપકો, યુનિવર્સિટી પરિવાર હાજર હતો.

સમગ્ર પ્રજ્ઞાસભા કુલ ચાર સત્રોમાં વહેચવામાં આવી હતી. ઉદ્દઘાટન સત્રમાં ગોવિંદ ગુરૂ યુનિવર્સિટીનાં કુલપતિ પ્રો. ડો. હરિભાઈ કાતરિયાએ પ્રાસંગિક ઉદ્દબોધન કરેલ હતું. તેઓએ ભારતના ભવ્ય વારસાના યાદ કરી સંશોધનના મહત્ત્વ વિશે તથા તેમાં કેવી બાબતો ધ્યાનમાં રાખવી વગેરે મુદ્દા પર ચર્ચા કરી હતી. તેઓએ ભારતીય શિક્ષા વ્યવસ્થા, ભવ્ય જ્ઞાન પરંપરા, દિવ્ય ઋષિ પરંપરા, વૈદિક ચિકિત્સા અને વિજ્ઞાન પદ્ધતિની વાત કરી આજના સમયમાં સંશોધનમાં તેના મહત્વને સમજાવ્યું હતું.

બીજ‚પ વક્તવ્યમાં ડો. નિરજાબેન ગુપ્તા, પૂર્વ કુલપતિ, ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદએ ભારતીય સંસ્કૃતિને મહત્વ આપતા સંશોધન સમાજ ઉપયોગી અને જીવન ઉપયોગી હોવું જોઈએ. તેમને પ્રથમ રામાયણ સંદર્ભે, સંસ્કૃતમાં સ્નાતક, અનુસ્નાતક વગેરેનો મીમાંસાભર્યા અર્થ, આ ઉપરાંત સંશોધન કાર્ય બાદ તેનો વિનિયોગ બાબતે ઉદાહરણસહીત સંશોધકોને માહિતગાર કર્યા હતા.

મહાત્મા ગાંધી કેન્દ્રીય વિશ્ર્વવિદ્યાલય, મોતીહારીના પૂર્વ કુલપતિ પ્રો. (ડો.) સંજીવકુમાર શર્માએ દ્વિતીય સત્રમાં સંશોધાર્થીઓને જણાવ્યું હતું કે, સંશોધનની યાત્રાનું પ્રથમ પગલું એ છે કે, મારી પાસે મારા વિષયનું ઘણું જ્ઞાન છે, સમજ છે, એ ભૂલી મારે ઘણું જાણવાનું બાકી છે, મારે ઘણું બધું મેળવવાનું બાકી છે. જો આ ભાવ વિકસે તો અસરકારક સંશોધન કરી શકાય.

સમાંતર સત્રમાં ડો. ભાસ્કરભાઈ રાવલ, પૂર્વ ઉપકુલપતિ, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી.સુરત, ડો. કલ્પેશભાઈ નાયક, પ્રોફેસર, ધી. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી,વડોદરા અને પ્રો. વસંતભાઇ પટેલ, પ્રોફેસર, સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભ વિદ્યાનગરએ સંશોધાર્થીઓને માર્ગદશન આપ્યું હતું.

પુન‚ત્થાન વિદ્યાપીઠ, કર્ણાવતીના કુલપતિ ઈંદુમતીબેન કાટદરેએ સમાપન સત્રમાં જણાવ્યું હતું કે, ભારતીય દ્રષ્ટિકોણ ખૂબજ વ્યાપક અને વિશાલ છે, સંસોધનના કેન્દ્રમાં ભારતીય દ્રષ્ટિકોણ સંશોધનની અસરકારકતા અને વ્યાપકતા અર્થપૂર્ણ બનાવે છે. તેઓએ સાથે સાથે સંશોધનમાં માનવીય પરિબળોને મજબુત બનાવે તેવા પ્રયાસો હાથ ધરવા જણાવ્યું હતું. કુલસચિવ ડો. અનિલ સોલંકીએ સૌનો આભાર પ્રગટ કરેલ હતો, સમગ્ર પ્રજ્ઞાસભાનું સંચાલન ડો. ગીરીશ શાહ, આસી. પ્રોફેસર, એસ.જી.જી.યુ.એ કર્યું હતું.